રાજકોટ
News of Saturday, 20th July 2019

પ્રિયંકા ગાંધીની અટકાયત સામે ઇન્ડીયન યુથ કોંગ્રેસનો વિરોધ : કલેકટરને રજૂઆત

યુથ કોંગ્રેસના આગેવાનોએ આજે કલેકટર કચેરીએ દેખાવો કરી આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ, તા. ર૦ : ઇન્ડીયન યુથ, કોંગ્રેસના રાજકોટ એકમના મુકુંદ ટાંક અને સભ્યોએ કલેકટરને આવેદન પાઠવી ઉમેર્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી શ્રીમતિ પ્રિયંકા ગાંધીની ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા અટકાયત કરવામાં આવી. જે લોકશાહીમાં વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો હિન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઉતરપ્રદેશના સોનભદ્રમાં સામૂહીક હત્યાકાંડ કરવામાં આવી જેમાં ૧૦ આદિવાસીઓની હત્યા કરવામાં આવી છે. જેમના પરિવારજનોને સાંત્વના આપવા જતી વેળાએ શ્રીમતી પ્રિયંકા ગાંધીને અટકાવી વિરોધ પક્ષનો અવાજ દબાવામાં આવી રહ્યો છે. આવી જ રીતે ધારાસભા હોય કે કોર્પો. ના જનરલ બોર્ડ હોય તેમાં દરેક જગ્યાએ વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્ર સરકાર તથા ઉતરપ્રદેશ સરકાર દ્વારા વિરોધ પક્ષોનો અવાજ દબાવવાનો પ્રયાસ તથા 'લોકશાહીની હત્યા' કરવાનું બંધ નહીં કરે તો આવનારા દિવસોમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આંદોલનો કરવામાં આવશે.

આવેદન દેવામાં સર્વશ્રી મુકેશભાઇ ચાવડા, ડો. રાજદીપસિંહ જાડેજા, રાજકોટ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખશ્રીઓ મુકુંદ ટાંક, નીતિન ભંડેરી, આદિત્યસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, વૈશાલીબેન શીંદે, મયુરસિંહ પરમાર, ભાવેશ વાઘેલા, નીલુ સોલંકી, અલ્પેશ સાથરીયા, શરદભાઇ તલસાણીયા, કેતન જરીયા, રવિ જીતીયા, ગોપાલ બોરાળા, હિરલબેન રાઠોડ, બોની પટેલ, યજ્ઞેશભાઇ દવે, દર્શીલ મકવાણા, ચિરાગ પરમાર, ઋતુરાજસિંહ જાડેજા, ઋતુરાજસિંહ ઝાલા, વિશ્વદીપસિંહ જાડેજા, હરવિજયસિંહ વાળા, દિગપાલસિંહ જાડેજા, માધવ મીયાત્રા, મુકેશભાઇ મકવાણા, મૌલેશ મકવાણા, પાર્થ કરોલીયા વિગેરે જોડાયા હતાં.

(3:34 pm IST)