રાજકોટ
News of Saturday, 20th July 2019

આરએમસી અધિકારીના નામે ર૧ ઠગાઇ આચરનારો કિશોર રાઠોડ પાસામાં ધકેલાયો

ભકિતનગર પોલીસની વોરન્ટ બજવણીઃ અમદાવાદ જેલહવાલે

રાજકોટ, તા., ર૦: શહેરના જુદા જુદા વિસ્તારોમાં ર૧ લોકો સાથે આરએમસીનો અધિકારી ખોટી ઓળખ આપી પૈસા પડાવી છેતરપીંડી આચરવાના ગુનામાં સામેલ ભાવનગરના શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ શહેરના જુદા જુદા વિસ્તારોમાં નવા બનતા મકાનોના માલીકને આરએમસીના ટેકસ ઓફીસર હોવાની ખોટી ઓળખ આપી કિશોર રમેશ રાઠોડ (ઉ.વ.૪૭) (રહે. લાલ ટાંકીની સામે બોરતળાવ રેલ્વે હોસ્પીટલ પાછળ ભાવનગર) પૈસા પડાવી છેતરપીંડી કરવાના ગુન્હામાં ભકિતનગર પોલીસે તેની ધરપકડ કરી હતી. કિશોર રાઠોડે રાજકોટમાં કુલ ર૧ લોકોને 'તમારા મકાનની આકારણી અને વેરો બાકી છે' કહી પૈસા પડાવી ટાર્ગેટ બનાવ્યા હતા. પકડાયેલા કિશોર રાઠોડે અગાઉ જુનાગઢ, વેરાવળ અને પોરબંદરમાં પણ પકડાયો હતો. તે અગાઉ પાસામાં પણ જઇ ચુકયો છે.

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે કિશોર રમેશ રાઠોડને પાસામાં ધકેલવા માટે વોરંટ ઇસ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવી તથા પીસીબી શાખાના પીઆઇ એસ.એન.ગડુ તથા ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ પી.બી.જેબલીયા હેડ કોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ જોગડા તથા પીસીબી શાખાના હેડ કોન્સ. રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ અને હોમગાર્ડ હાર્દિકભાઇ પીપળીયાએ કિશોર રાઠોડની પાસા તળે અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો. (

(3:34 pm IST)