રાજકોટ
News of Saturday, 20th July 2019

રૈયા રોડ પર મકાનમાં અને ભવાનીનગરમાં પોલીસનો દરોડો : આઠ શખ્સો પકડાયા

ગાંધીગ્રામ પોલીસે પ્રતાપ સોલંકી, પ્રવિણ રાણવા, યુસુફ ખાંપોસ અને ભીખા રાઠોડ અને તાલુકા પોલીસે પ્રવિણ જાદવ, નિતીન ઉર્ફે જીણો, બીજલ વઢીયારા અને દિલીપ જરીયાની ધરપકડ

રાજકોટ તા ૨૦  :  રૈયા રોડ હનુમાન મઢી ચોક પાસે મકાનમાં ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર અને તાલુકા પોલીસેદોઢસો ફૂટ રોડ પર ભવાનીનગર પાસેથી ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી પી.આઇ. વીવી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.એમ. ભટ્ટ, હેડ કોન્સ. રાહુલભાઇ વ્યાસ,કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, વનરાજભાઇ લાવડીયા, દિગ્વજયસિંહ ગોહીલ, દિનેશભાઇ વકાણીયા, અને હિતેન્દ્રસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ગોપાલભાઇ, વનરાજભાઇ અને દિગ્વજયસિંહને મળેલી બાતમીના આધારે રૈયા રોડ હનુમાન મઢી ચોક મંદીર સામે મકાનમાં દરોડો પાડી એજ મકાનમાં ભાડે રહેતો પ્રતાપ બેચરભાઇ સોલંકી (ઉ.વ.૪૩), બેડી ગામ ખોરાણા રોડ પર રહેતો પ્રવિણ શામજીભાઇ રાણવા (ઉ.વ.૪૧), ગોંડલ ખંઢેરીયા શેરી, મોટી બજારનો યુસુફ અલીભાઇ ખંધોસ (ઉ.વ.૩૭) અને  કોઠારિયા કોલોની કવાટર નં.૨૪૫ નો  ભીખા નાનજીભાઇ રાઠોડ (ઉ.વ૬૨) ને  જુગાર રમતા પકડી લઇ રૂા ૧૦,૩૩૦ ની  રોકડ સહિતની મતા સાથે પકડી  લીધા હતા.       

જયારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી.એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.  અને.ડી. ડામોર, હેડ કોન્સ. હર્ષદસિંહ, નગીનભાઇ, નારણભાઇ, હિરેનભાઇ, વી.એમ. જાડેજા, જેન્તીભાઇ ભુપેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે દોઢસો ફૂટ રોડ, ફોરચ્યુન હોટલ પાછળ  ભવાનસનગર પાસે જાહેરમાં જુગાર રમતા ભવાનીનગર-૩ નો  પ્રવિણ હરજીભાઇ જાદવ (ઉ.વ.૫૦), ભવાનીનગર શેરી નં. ૮ નો નિતીન ઉર્ફે જીણો મુકેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૯), સરસ્વતીનગર-૧૦, દોઢસો ફૂટ રોડનો બીજલ રાજુભાઇ વઢીયારા (ઉ.વ.૨૧), અને ભવાનીનગર શેરી નં.૮ નો દિલીપ રમેશભાઇ જરીયા (ઉ.વ.૩૪) ને પકડી લઇ રૂા ૭૫૧૦ ની રોકડ સહીતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(2:37 pm IST)