રાજકોટ
News of Saturday, 20th July 2019

ગોપાલ નમકીનના ચવાણાના પેકેટમાં મરેલી ગરોડી નીકળી : ગ્રાહક સુરક્ષામાં ફરીયાદ

રાજકોટ તા. ૨૦ : ગોપાલ નમકીનના સીલ બંધ ચવાણાના પેકેટમાં મરેલી ગરોડી નીકળતા પ્રદીપભાઇ રામજીભાઇ વડગામાએ ગ્રાહક સુરક્ષા મંડળમાં  આ સંબંધેની ફરીયાદ કરી છે.

રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની યાદીમાં જણાવ્યા મુજબ પ્રદીપભાઇએ ભકિતધામ મેઇન રોડ પરના એક જનરલ સ્ટોરમાંથી ગોપાલ નમકીનના  ચવાણાના સીલબંધ બે પેકેટ ખરીદ કર્યા હતા. તેમાંથી એક પેકેટ ખોલતાથી સાથે જ તીવ્ર દુર્ગંધ પ્રસરી હતી. તેમણે ચવાણી ડીસમાં લેતા મરેલી ગરોડી જોવા મળી આવી હતી.

તેના ફોટોગ્રાફસ પાડી લઇ આ સંબંધે તેઓએ તુરતજ ગ્રાહક સુરક્ષા મંડળ તેમજ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્યમંત્રીશ્રીને તથા રાજયના આરોગ્ય વિભાગને જાણ કરેલ હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળના રમાબેન માવાણીની યાદમીાં જણાવાયુ છે.

પ્રદીપભાઇ દ્વારા આ પેકેટ ભારતની જુદી જુદી લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવનાર છે. કેમ કે ગરોડી ઝેરી હોય છે. જો આ ચવાણુ તેમના બાળકોએ ખાધુ હોત તો શું થાત? પરંતુ સદ્દનશીબે પેકેટ ખોલતા ખ્યાલ આવી ગયો એટલે બચી ગયા. જો કે અન્ય સાથે આવુ ન થાય અને ગ્રાહકો જાગૃત બને તે હેતુથી રાતેને રાતે જ તેઓએ ગ્રાહક સુરક્ષાને ફરીયાદ આપી દીધી હોવાસનું શ્રીમતી રામાબેન માવાણી (મો.૯૪૨૬૨ ૦૧૬૧૧) ની યાદીમાં જણાવાયુ છે.

(2:36 pm IST)