રાજકોટ
News of Saturday, 20th July 2019

રાજકોટમાં ચીફ ઓફિસરની ઓળખ આપીને વૃદ્ધ પાસેથી મહિલાએ રૂ.5.70 લાખ પડાવી લીધા

રાજકોટ: રાજકોટમાં ચીફ ઓફિસર હોવાનું કહીને સરકારી નોકરી અપાવવાના નામે રૂપિયા પડાવનારી ચીટર મહિલાને ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધી છે. મહિલાએ એક વૃદ્ધને પોતાની ગાંધીનગરમાં ઓળખાણ હોવાનું કહી વિશ્વાસ અપાવ્યો હતો. પછી તેના દીકરાને નાયબ મામલતદાર તરીકે નોકરી અપાવી દેશે એવી લાલચ આપી રૂપિયા .૭૦ લાખ પડાવી લીધા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભાવનગર રહેતા ભારતેન્દુ નાનાલાલ દવેએ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, અગાઉ તેની પાડોશમાં રહેતી રીમા કેતનભાઈ પટેલએ પોતે રાજકોટની ચીફ ઓફિસર હોવાની ઓળખાણ આપી હતી. પછી રીમાએ ભારતેન્દુભાઈને તેમના દીકરાને નાયબ મામલતદાર તરીકે નોકરી અપાવવાની ખાતરી આપી હતી. પોતાની ગાંધીનગરમાં ઓળખાણ છે એવો દાવો રીમાએ કરીને ભારતેન્દુભાઈ પાસેથી દીકરાને નોકરી અપાવવાના નામે રૂપિયા .૭૦ લાખ પડાવી લીધા હતા.

બાબતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરીને આરોપી રીમા કેતન પટેલ (રહેવાસી, સરદાર હાઇટ્સ, કિશન પેટ્રોલપંપ સામે, ગોંડલ રોડ, રાજકોટ)ને પકડી પાડી છે. પોલીસે તેને અટકાયતમાં લઈને આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

(5:22 pm IST)