વોર્ડ નં.૮માં ભાજપનું પ્લાસ્ટીક મુકત અભિયાન
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં શહેર અને ગુજરાત પ્લાસ્ટીક મુકત બને તે માટેના શ્રીગણેશ રાજકોટ ખાતેથી કરવામાં આવેલ. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેહ મિરાણીના માર્ગદર્શન હેઠળ તમામ વોર્ડમાં નાગરિકોને કાપડની થેલીનું વિતરણ કરી પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા ભાજપ આગેવાનો દ્વારા અપિલ કરવામાં આવી રહી છે. વોર્ડ નં. ૮માં લક્ષ્મીનગર શામ માર્કેટ, વૈશાલી નગર શાક માર્કેટ, સંકલ્પસિધ્ધ શાક માર્કેટ, કાલાવડ રોડ ખાતે આ અભિયાન ચલાવાયું ત્યારે વોર્ડના પ્રભારી નીતિન ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકિયા, મહેશ રાઠોડ, કોર્પોરેટર રાજુ અઘેરા, વોર્ડ પ્રમુખ વી.એમ. પટેલ, મહામંત્રી કાથડભાઇ ડાંગર, રમેશ ચાવડીયા, ડી.બી. ખીમસુરીયા, લીનાબેન શુકલ, અશ્વીન પાંભર જયોતિબેન લાખાણી, દેવયાનીબેન માકડ, રેખાબેન ઠુમર, રાજુલબેન ચોૈહાણ, નીનાબેન વજીર, મહેશ રાઠોડ, હસમુખસિંહ ગોહિલ પુર્વેશ ભટ્ટ, જસ્મીન મકવાણા, અમિત રાજયગુરૂ, નિલેશ ભટ્ટ, તેજશ જોષી, અનિલ ગોગીયા, શુભેન્દુ ગઢવી, ભરત રામોલીયા, ગીરીશ રાઠોડ, કિરીટ મીર, ધર્મેન્દ્ર રાઠોડ, જય ગોહેલ, ઋષભ દેશાઇ, અજય રાઠોડ, અશોક જાદવ, રીટાબેન સખીયા સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતા.