રાજકોટ
News of Sunday, 20th June 2021

ચામડિયાપરા ખાટકીવાસમાં અવાવરૂ મકાનમાં બી ડિવિઝન પોલીસનો દરોડો: નામચીન ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો સહિત 20ને ધોડીપાસાનો જુગાર રમતા પકડી લેતી બી-ડીવીઝન પોલીસ

રાજકોટઃ ખાસ ડ્રાઇવ અંતર્ગત મોરબી રોડ ચામડિયાપરા ખાટકીવાસમાં અવાવરૂ મકાનમાં દરોડો પાડી ઘોડિપાસા રમતા 20 શખ્સોને પકડી લીધા છે. પોલીસ ઇન્સપેકટર  એમ.બી.ઔસુરાના માર્ગદર્શન મુજબ બી.ડીવીઝન પો.સ્ટે.ના ડી સ્ટાફના પો.સબ.ઇન્સ. બી.બી.કોડીયાતર તથા એ.એસ.આઇ વિરમભાઇ ધગલ તથા સલીમભાઇ માડમ તથા પો.હેડ.કોન્સ અજયભાઇ બસીયા તથા મનોજભાઇ મકવાણા તથા પો.કોન્સ હેમેન્દ્રભાઇ વાધીયા તથા જયદિપસિહ બોરાણા તથા પરેશભાઇ સોઢીયા તથા સંજયભાઇ મિયાત્રા તથા ચાપરાજભાઇ ખવડ તથા મીતેશભાઇ આડેસરા તથા ભાવેશભાઇ આડેસરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન સાથેના પો.કોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયા તથા પરેશભાઇ સોઠીયા તથા જયદીપસિંહ બોરાણાને બાતમી મળેલ કે ચામડીયાપરા ખાટકી વાસ મદ્રેશાની બાજુમા બીનવારસી અવાવરૂ જેવા મકાનમા ધોડીપાસાથી પૈસાની હારજીતનો જુગાર રમે છે. તેના આધારે  રેઇડ કરતા કુલ ૨૦ આરોપીઓને પકડી પાડી રોકડા રૂપીયા ૭૨,૨૫૦ તથા ધોડીપાસાના પાસા નંગ - ૮ કબજે કરી  કાર્યવાહી કરેલ છે.  તમામ સામે સોશીયલ ડીસ્ટન્ટ ભંગના અલગથી કેસ કરેલ છે.

(૧) ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમભાઇ કાથરોટીયા ઉ.વ.૩૩ રહે ગણેશનગર શેરી નં.૧૦, રાજકોટ (૨) રહીમભાઇ ઇકબાલભાઇ મકવાણા ઉ.વ. ૨૨ રહે જીપારેખ શેરી મોટી બજાર તા.ગોંડલ જી. રાજકોટ (૩) લીલાધર ગોરધનભાઇ નેભાણી ઉવ ૫૫ રહે. જુલેલાલ નગર -૧ સિંધી કોલોની જંકશન પાસે, રાજકોટ (૪) ઇમરાનભાઇ હબીબભાઇ બેલીમ ઉ.વ ૪૦ રહે. જુણેજા હોલ પાસે બજરંગવાડી, રાજકોટ (૫) દિપકભાઇ મનુભાઇ નકુમ ઉ.વ. ૫૦ રહે. લક્ષ્મીવાડી શેરી નં.૧૮ મીલપરા મેઇન રોડ, રાજકોટ (૬) કયુમ ફિરોઝભાઇ સીસાંગીયા ઉ.વ.૧૯ રહે. મોયી બઝાર શેરી નં.૪ કોર્ટ પાસે, રાજકોટ (૭) અલ્તાફ હૈદરમીયા કાદરી ઉ.વ.૪૮ રહે. બજરંગવાડી શેરી નં.૧૪ જામનગર રોડ, રાજકોટ (૮) નરેન્દ્ર હાસમદાસ ભોજવાણી ઉ.વ. ૪૪ રહે ધરમનગર ક્વા નં ૩૭૩ બ્લોક-૧૩, રાજકોટ (૯) રજાક નુરમહમદ ચુડાસમા ઉ.વ. ૫૩ રહે. નવા થોરળા રામ નગર – ૧૦ રાજકોટ (૧૦) ઇસાક અલીભાઇ ખૂંપોસ ઉ.વ. ૩૮ રહે. સાધના એપા. બી -૩૦૧ ભોમેશ્વર રાજકોટ (૧૧) ફિરોઝ અબ્દુલભાઇ મીનવડીયા ઉ.વ. ૪૮ રહે. લેઉવા પટેલ સોસા. -૪ શ્રમશ્રધ્ધા ચોક પાસે, રાજકોટ (૧૨) સાગર વિજયભાઇ સોસસુત્રા ઉ.વ. ૨૩ રહે. કેવડા વાડી શેરી નં ૧૫ રાજકોટ (૧૩) સંજીવ રામજીભાઇ પરમાર ઉ.વ.૩૮ રહે. ગણેશ નગર શેરી નં.૧,જુનો મોરબી રોડ રાજકોટ (૧૪) રફીક દાઉદભાઇ ભાણુ ઉ.વ. ૪૫ રહે. ભગવતીપરા શેરી નં.૧ રાજકોટ (૧૫) રોહીત ઉર્ફે બલી લચ્છુભાઇ ગુલવાણી ઉ.વ. ૨૮ રહે. ભગવતીપરા શેરી નં. ૪ રાજકોટ (૧૬) આમીર રફીકભાઇ મોગલ ઉ.વ. ૨૭ રહે. બજરંગવાડી શેરી નં. ૫ કિસ્મત પાન સામે, રાજકોટ (૧૭) સદામ હુસેનભાઇ કાદરી, મુસ્લીમ ઉ.વ. ૨૩ રહે. રોહીદાસ પરા હવેલી પાસે મેઇન રોડ રાજકોટ (૧૮) નઝીર સલીમભાઇ દલવાણી ઉ.વ. ૨૯ રહે.મોટી ટાકી ચોક પાછળ ગવલીવાડ રાજકોટ (૧૯) અબ્દુલ રજાકભાઇ કાદરી ઉ.વ.૪૩ રહે. રોહીદાસપરા મેઇન રોડ રાજકોટ (૨૦) બડેમીયા રજાકભાઇ કાદરી ઉ.વ ૪૫ રહે. રોહીદાસપરા મેઇન રોડ રાજકોટ.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા, એસીપી એસ.આર.ટંડેલની સૂચના મુજબ પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરા તથા પો.સ.ઇ. બી.બી.કોડીયાતર તથા એ.એસ.આઇ વિરમભાઇ ધગલ તથા સલીમભાઇ માડમ તથા પો.હેડ.કોન્સ અજયભાઇ બસીયા તથા મનોજભાઇ મકવાણા તથા પો.કોન્સ હેમેન્દ્રભાઇ વાધીયા તથા પરેશભાઇ સોઢીયા તથા જયદીપસિંહ બોરાણા તથા સંજયભાઇ મિયાત્રા તથા ચાપરાજભાઇ ખવડ તથા મીતેશભાઇ આડેસરાએ આ કામગીરી કરી હતી.

(10:12 am IST)