રાજકોટ
News of Thursday, 20th June 2019

મારામારીના ગુનામાં એક વર્ષથી ફરાર અફઝલ ઉર્ફે રાજા પકડાયો

રાજકોટઃ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.એલ. આચાર્ય તથા પીએસઆઇ એમ.વી.રબારી, જે.એન.ચાવડા, હેડ કોન્સ. હરેશભાઇ, રાજેશભાઇ, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ સહીતને બાતમીના આધારે અફઝલ ખાન ઉર્ફે રાજાખાન બાબાખાન પઠાણ (ઉ.વ.રપ) (રહે. નાણાવટી ચોક સ્ટર્લીગ હોસ્પીટલની બાજુમાં બ્લોક નં. ૧૧ ત્રીજો માળ રૂમ નં. ૩ર૪)ને પકડી લીધો હતો. અફઝલ ખાન ઉર્ફે રાજાખાન યુનિવર્સિટી પોલીસ મથકમાં મારામારીના ચાર અને તાલુકા પોલીસ મથકમાં મારામારીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર હતો તે દોઢ વર્ષ પહેલા પાસાની હવા પણ ખાઇ ચુકયો છે. (૪. ૨૬)

(4:20 pm IST)