રાજકોટ
News of Thursday, 20th June 2019

સોૈ. યુનિ. રોડ ઉપરના ફાયરીંગ કેસમાં વધુ એક આરોપીની જામીન અઙ્ગરજી મંજુર

રાજકોટ તા ૨૦  : રાજકોટના સેશન્સ જજ શ્રી વોરાએ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ ઉપર ફાયરીંગમાં પકડાયેલ આરોપી રવિરાજસિંહ યોગેન્દ્રસિં ઝાલાને જામીન ઉપર છોડવા હુકમ કરેલ છે.

બનાવની હકીકત એવી છે કે, તા.૧૭/૦૨/૨૦૧૯ ના રોજ શાહેદ ડેનીશના જન્મદીનની ઉજવણીમાં આરોપીઓએ ડેનીશને ગાળો આપી મારતા તેમના ભાઇ ઇશાને વચ્ચે પડી શાંત રખાવેલ તે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓ ઇશાનના ઘરે ગયેલા અને  તેને ગાળો આપી નીચે બોલાવેલ તેથી ઇશાને રીવોલ્વર કાઢી એક  ફાયર કરેલ. આ બનાવમાં ગાંધીગ્રામ-ર પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હો નોંધવામાં આવેલ  અને આરોપીઓ પૈકી રવિરાજસિંહ યોગેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા તેઓને જેલ હવાલે કરવામાં અવેલા, તેઓ ઘણા સમયથી જયુડીશ્યલ કસ્ટડીમાં હતા.

રવિરાજસિંહ ઝાલાએ રાજકોટના સેશન્સ જજની કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે રૂા ૨૫૦૦૦/ન્ જામીન ઉપર છોડવા હુકમ કરેલ છે. રવિરાજસિંહ ઝાલા વતી એડવોકેટ તરીકે બળવંતસિંહ રાઠોડ, બહાદુરસિંહ ઝાલા, નિલેષભાઇ દવે, ધર્મેન્દ્રભા જાડેજા રોકાયેલા હતા

(4:19 pm IST)