રાજકોટ
News of Thursday, 20th June 2019

જલયોગ : ૯૦૦ બહેનોના પાણીમાં યોગા

૧ર દિવ્યાંગ દિકરીઓ જોડાશે : કાલાવડ રોડ, રેસકોર્ષ, કોઠારીયા રોડ, પેડક રોડ તથા સાધુવાસવાણી રોડ સહિતના સ્વીમીંગપુલમાં કાર્યક્રમ : વંદનાબેન નીતિભાઇ ભારદ્વાજ અને અલ્પાબેન શેઠ તથા મહિલા કોચના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ

રાજકોટ, તા. ર૦ :મહાનગરપાલિકા પણ જુદા જુદા પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત શહેરની શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ વિગેરે દ્વારા પણ જુદા જુદા સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાશે. તેમાં ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના  જીજાબાઈ મહિલા સ્વીમિંગ પુલ (સાધુવાસવાણી રોડ) લોકમાન્ય તિલક સ્વીમીંગ પુલ (રેસકોર્ષ), સરદાર વલ્લભભાઈ સ્વીમીંગ પુલ (કોઠારીયા રોડ), મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વીમીંગ પુલ (કાલાવડ રોડ), સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ (પેડક રોડ), ખાતે એકવા યોગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૮૦૦ થી વધુ બહેનોનું રજીસ્ટ્રેશન થયેલ છે અને હજુ વધુ બહેનો જોડાશે. વંદનાબેન ભારદ્વાજ અને અલ્પાબેન શેઠએ જણાવેલ કે, ગ્રાઉન્ડમાં જે યોગા કરાવવામાં આવનાર છે તે તમામ યોગા બહેનો દ્વારા પાણીની અંદર કરવામાં આવનાર છે. જેમકે ભદ્રાસન, મકરાસન, વજ્રાસન, શવાસન તેમજ ખાસ વિશેષમાં ફેસ યોગા કરવામાં આવનાર છે. જેમાં બલુન પોઝ, સીટ પોઝ, લાયન પોઝ વિગેરે એક વિશેષતા હશે.

રેસકોર્ષ સ્નાનાગાર ખાતે મેયર બિનાબેન આચાર્ય, મીસીસ કલેકટર, વૈશાલીબેન કાનગડ, કાર્યક્રમના ઇન્ચાર્જ પૂર્વ ડેપ્યુટી મેયર ડાઙ્ખ.દર્શિતાબેન શાહ, તેમજ મહિલા કોર્પોરેટરશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહેશે.

 જીજાબાઈ મહિલા મહિલા સ્વીમિંગ પુલ ખાતે મીસીસ પાની, બિનાબેન મીરાણી, રાજકોટ શહેર ભાજપ મંત્રી ચારુબેન ચૌધરી, વીણાબેન પાંધી, જશુમતીબેન વસાણી, કાર્યક્રમના ઇન્ચાર્જ રૂપાબેન શીલુ તેમજ મહિલા કોર્પોરેટરશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહેશે.

મહર્ષિ દયાનંદ સરસ્વતી કાલાવડ રોડ પાસેના સ્વીમિંગ પૂલ ખાતે મીસીસ સી.પી. બાનુબેન ઢકાણ, સંગીતાબેન, કાર્યક્રમના ઇન્ચાર્જ વિજયાબેન વાછાણી તેમજ મહિલા કોર્પોરેટરશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહેશે.

સરદાર વલ્લભભાઈ સ્વીમીંગ પુલ ખાતે પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હેલીબેન ત્રિવેદી, કંચનબેન સિધ્ધપુરા, જયોત્સનાબેન હળવદિયા, કાર્યક્રમ ઇન્ચાર્જ વર્ષાબેન રાણપરા, તેમજ મહિલા કોર્પોરેટરશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહેશે.

સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ પેડક રોડ પાસેના સ્વીમિંગ પૂલ ખાતે ભગવતીબેન રૈયાણી, જયાબેન મોલીયા, ઉર્મિલાબેન જાગાણી, નીલામ્બરીબેન, નયનાબેન પેઢડીયા, કલ્પનાબેન કિયાડા, રાબીયાબેન સરવૈયા, મધુબેન કુંગસીયા કાર્યક્રમના ઇન્ચાર્જ પ્રીતીબેન પનારા, તેમજ મહિલા કોર્પોરેટરશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહેશે.

ભારતીય સંસ્કૃતિમાં યોગ એક અભિન્ન અંગ છે. યોગથી શરીરમાં ખુબ જ ઉર્જાનો સંચય થાય છે. તેમજ શરીરની તંદુરસ્તી માટે યોગ ખુબ જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૧ જુનના રોજ યોજાનાર યોગ કાર્યક્રમમાં જોડાવવા માટે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રીએ શહેરીજનોને અપીલ કરેલ છે.

(4:18 pm IST)