રાજકોટ
News of Thursday, 20th June 2019

શિવણ હરિફાઇમાં વિજેતા બહેનોનો સત્કાર

કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા બહેનોની ઓપન રાજકોટ શિવણ હરિફાઇમાં વિજેતા થયેલ બહેનોને સત્કાર સમારંભ અરવિંદભાઇ દોમડીયા કૃણાલ સ્ટ્રકચર ઇન્ડીયા પ્રા.લી.ના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્ય મહેમાન એ.એસ. પંડયા આચાર્ય શ્રી એ.વી.પી.ટી. એન્જી. કોલેજ અનિલભાઇ શાહ એમ. જે. શાહ ચેરીટેબલના ટ્રસ્ટી ગીરીશભાઇ પરસાણા, સારંગીબેન ભટ્ટ, કોસ્ચયુમ ડીઝાઇન ખાતાના વડા એ.વી.પી.ટી. એન્જી. કોલેજ એચ. એચ. ભટ્ટ જનરલ ખાતાના વડા એ.વી.પી.ટી. એન્જી. કોલેજના અતિથિ વિશેષ પદે ગીરીશભાઇ પરસાણા, રમેશભાઇ દોમડીયા યોજવામાં આવેલ. કાર્યક્રમની શુભ શરૂઆત બહેનોના સરસ્વતી વંદના ગીતથી કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન ગીરીશભાઇ પરસાણાએ કરેલ તેમજ મંડળની રૂપરેખા ભરતભાઇ ત્રિવેદીએ આપેલ કાર્યક્રમનું સંચાલન નિલેશભાઇ વોરાએ કરેલ. આ ઓપન રાજકોટ શિવણ હરિફાઇમાં ર૦પ બહેનોએ ઉમંગભેર ભાગ લીધેલ આ હરીફાઇમાં પહેલા નંબરે સમા ખુશ્બુ, બીજા નંબરે આવેલ વિજયાબેન ચાવડા તેમજ ત્રીજા નંબરે આરતીબેન મહેતા આવેલ તેમજ આશ્વાસન ઇનામમાં પ્રથમ નંબરે આવેલ રાધિકા પોકીયા વિજેતા બહેનોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શિલાઇ મશીન તેમજ ઇનામો અને રોકડ પુરસ્કાર પ્રમાણપત્રો આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ શ્રી રાજુભાઇ મહેતાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા નિલેશભાઇ વોરા, ગીરીશભાઇ પરસાણાના માર્ગદર્શન હેઠળ ભરતભાઇ રૂપારેલ, શૈલેષ પારેખ, હિતેષ શેઠ, યશવંત પાટડીયા, અમૃતભાઇ વાઘેલા, રમેશભાઇ દોમડીયા, ઉમેશભાઇ જે.પી.ના માર્ગદર્શન હેઠળ અન્ય સભ્યોએ જહેમત ઉઠાવેલ.

(3:59 pm IST)