રાજકોટ
News of Thursday, 20th June 2019

હુડકો કવાર્ટરમાં ડેનીશ પરમારદારૂની ૭ર બોટલ સાથે પકડાયો

રૈયા ચોકડી પાસે દારૂની ર બોટલ સાથે જય ઉર્ફે મહાજન ઝડપાયો

રાજકોટ તા. ર૦: કોઠારિયા રોડ હુડકો કવાર્ટરમાં ભકિતનગર પોલીસે દારૂની ૭ર બોટલ સાથે ખવાસ શખ્સને અને રૈયા ચોકડી પાસેથી ગાંધીગ્રામ પોલીસે દારૂની ર બોટલ સાથે સોની શખ્સને પકડી લીધી હતી.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ પી. બી. જેબલીયા અને દેવાભાઇ સહિતે બાતમીના આધારે કોઠારીયા રોડ હુડકો કવાટર નં. ૧૪૮ માં દરોડો પાડી દારૂની ૭ર બોટલ સાથે કવાર્ટર માલીક ડેનીશ અશ્વીનભાઇ પરમાર (ઉ. ૧૯) (રહે. હુડકો કવાર્ટર નં.૧૪૮) ને પકડી લીધો હતો.

જયારે બીજા દરોડામાં રૈયા ચોકડી પાસેથી ગાંધીગલ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. રાહુલભાઇ તથા કનુભાઇએ દરોડો પાડી જય ઉર્ફે મહાજન હસમુખભાઇ વઢવાણીયા (ઉ.વ.ર૩) (રહે. જામનગર રોડ માધાપર ચોકડી પાસે દ્વારકાધીશ પેટ્રોલ પંપની પાછળ) ને દારૂની બે બોટલ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

(3:56 pm IST)