રાજકોટ
News of Thursday, 20th June 2019

મવડીમાં વહેલી સવારે મકાન ધરાશાયીઃ વૃદ્ધાને ઇજા

કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંક, સંજય અજુડિયા, કનકસિંહ જાડેજાએ ઘટના સ્થળે પહોંચી કાન રીપેરીંગ કરાવી આપવા ખાત્રી આપી

શહેરના વોર્ડ નં.૧રમાં આજે વહેલી સવારે એક નળિયાવાળુ મકાન તુટી પડતા વૃદ્ધાને ઇજા થઇ હતી તસ્વીરમાં કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંક, સંજયભાઇ કનકસિંહ વગેરે ઇજાગ્રસ્ત ખબર પુછી રહેલા દર્શાય છે.

રાજકોટ તા. ર૦ :.. શહેરનાં વોર્ડ નં. ૧ર માં આવેલ મવડી વિસ્તારમાં આજે વહેલી સવારે નળીયાવાળુ મકાન એકા એક તુટી પડતાં અંદર વસવાટ કરતા વૃધ્ધ મહીલાને ઇજાઓ પહોંચી હતી બનાવની જાણ થતાં કોંગ્રેસનાં કોર્પોરેટર વિજય વાંક સહિતનાં આગેવાનોએ ઘટનાં સ્થળે પહોંચીને મકાન રીપેરીંગ માટે ખાત્રી આપી હતી.

આ અંગે વિજયભાઇએ જણાવ્યું હતું કે,વહેલી સવારે વોર્ડ નં. ૧ર માં એક વૃધ્ધ અને વૃધ્ધાને જુનુ મકાન ધરાશય થતા વૃધ્ધ માડી ને બન્ને હાથ-પગ માં ગંભીર ઇજા લોહી-લુહાણ હાલતમાં થયેલ બાદ વોર્ડ નાં કોપોરેટર વિજયભાઇ વાંક સંજયભાઇ અજુડીયા, કનકસિંહ જાડેજા વગેરે વહેલી સવારે સ્થળ ઉપર પહોંચી અને મહાનગર પાલિકાના અધિકારીઓને ત્થા ફાયર બ્રિગેડની ટીમ સહિતનાઓએ મકાનનો કાટમાળ દુર કરવાનું ચાલુ કરાવ્યુ હતું.

આ તકે રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી બંછાનીધિ પાનીનો ટેલીફોનિક સંપર્ક કરી અને આ બન્ને વૃધ્ધોને મકાન રીપેરીંગ તેમજ જેમા અન્ય જરૂરીયાત એવી ખાત્રી આપી હતી. આ મકાનમાં ચોથીબેન જીવાભાઇ માલા (ઉ.૮૮), ત્થા જીવાભાઇ મેરામભાઇ માલા (ઉ.૭ર) વસાવાટ કરી રહ્ય છે. (પ-૪પ)

 

(3:55 pm IST)