રાજકોટ જિલ્લા ન્યાય ખાતા કર્મચારી મંડળી અને યુનિયન વર્ગ-૩ ની મળી ગયેલ વાર્ષિક સાધારણ સભા
બિનહરીફ ચુંટણી : મંડળીના પ્રમુખ ભૃગુરાજસિંહ જાડેજા : યુનિયનના પ્રમુખ દિગ્નેશ ભટ્ટ
રાજકોટ તા. ૨૦ : રાજકોટ જિલ્લા ન્યાય ખાતા કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી અને રાજકોટ જિલ્લા ન્યાય ખાતા કર્મચારી યુનિયન (વર્ગ-૩ નું કર્મચારી મંડળ) ની સને ૨૦૧૯-૨૦ ની વાર્ષિક સાધારણ સભા તથા હોદેદારોની બિનહરીફ ચુંટણી તાજેતરમાં યોજાઇ હતી.
કાર્યક્રમની શરૂઆત કર્મચારી બહેનો દ્વારા દીપપ્રાગટયથી કરાયા બાદ મંડળી તથા મંડળના હોદેદારો દ્વારા વાર્ષિક હીસાબો જાહેર કરવામાં આવેલ. આ તબકકે રાજકોટ નામદાર પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજશ્રી અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલ. કોર્ટ મેનેજર હમીરભાઇ છેતરીયા અને જિલ્લાભરમાંથી સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
વર્ષ ૨૦૧૮-૧૯ માં નિવૃત્ત થયેલ કર્મચારીઓનું અહીં શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. દરમિયાન હોદેદારોની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવતા ન્યાય ખાતા કર્મચારી મંડળીના પ્રમુખ તરીકે ભૃગુરાજસિંહ જાડેજા (મો.૯૦૯૯૧ ૦૮૦૦૦), સેક્રેટરી તરીકે રાજેન શાહ, ઉપપ્રમુખ તરીકે અનંદ રાઠોડ, ધર્મેશ મહેતા, પ્રવકતા રીપલ વોરા, રવિ સોલંકી, વ્યવસ્થાપક સભ્યોમાં પ્રેમલ ગણાત્રા, રોહીત રાવલ, બી. એચ. રાજયગુરૂ, દિગ્નેશ ભટ્ટ, કીરીટ ચૌહાણ, પરેશ ઠાકર, એસ. બી. તલાટીયા, હરકીશન રામાણી અને વિપુલ ભુતની વરણી થઇ હતી.
જયારે રાજકોટ જિલ્લા નયાય ખાતા (કલાસ-૩) યુનિયનના પ્રમુખ તરીકે દિગ્નેશ ભટ્ટ, સેક્રેટરી તરીકે પ્રેમલ ગણાત્રા, ઉપપ્રમુખ તરીકે ધર્મેશ મહેતા, ભૃગુરાજસિંહ જાડેજા, જોઇન્ટ સેક્રેટરી તરીકે રીપલ વોરા, પ્રવકતા તરીકે રોહીત રાવલ, પિયુષ રૈયાણી, વ્યવસ્થાપક સભ્યોમાં મનિષ પંડયા, રાજેન શાહ, મેઘજીભાઇ આહીર, એ. ડી. સીંધી, ચેતન રાઠોડ, એચ. આર. ભડલીયા, મહેશ પરમાર, સચિન ઠાકર, ધવલ ભુંભરીયા, ડી. યુ. જાડેજા, એચ. બી. પરમાર, એસ. એમ. ઝાલા, પી. પી. કારીયા, આનંદ રાઠોડની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.