રાજકોટ
News of Thursday, 20th June 2019

એસ.બી.આઇ.ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા રાજકોટમાં : બીમા સખી તાલીમ પ્રોગ્રામનો પ્રારંભ

બહેનો સ્વરોજગાર મેળવી શકશેઃ રહેવા-જમવાની વિનામુલ્યે વ્યવસ્થા

રાજકોટઃ તા.૧૯, એસ.બી.આઇ આર.સે.ટી. તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટ ગુજરાત સરકાર તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકારના સંયુકત ઉપક્રમે આર.સે.ટી. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પાસે એ.જી. સ્ટાફ કોલોની સામે ઇન કેમ્પસ બીમા સખીની તાલીમનો સરકારશ્રી તરફથી રહેવા તથા જમવા વિનામુલ્યે પ્રારંભ કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

બીમા સખી તાલીમ પ્રોગ્રામને રાજકોટ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટરશ્રી જે.કે. પટેલ, આર.સે.ટી ડાયરેકટરશ્રી આર.એસ. રાઠોડ, તથા ડી.એલ.એમ, વી.બી.બસીયા, લીડ બેંક મેનેજરશ્રી ઠાકર શ્રી કાનાબાર, સરોજબેન વગેરેના હસ્તે પ્રારંભ કરેલ.

આ તાલીમમા રાજકોટ જીલ્લાના તમામ તાલુકાના ગામડાઓમાંથી ૨૫ બહેનો આ તાલીમ બીમા સખીની તાલીમ લઇ  રહયા છે. રાજકોટ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટરશ્રીએ જણાવેલ કે આ તમામ બહેનો તાલીમ પૂર્ણ કર્યા પછી પોતપોતાના તાલુકા કક્ષાએ બેંકમાં બેસી સ્વરોજગારી મેળવી શકશે.

આ તાલીમમાં વિવિધ વિષયના નિષ્ણાંતો પોતાની આગવી શૈલીમાં તાલીમ/ શિક્ષણ આપી રહયા છે. મશીન, લેપટોપ, કોમ્પ્યુટર કેમ ઓપરેટ  કરવુ તથા ઓનલાઇન ટ્રાજેકશન વિવિધ વિમા યોજના  તથા મશીન મંગલમના ઓફિસર્સ દ્વારા પણ વિવિધ સરકારી સ્કીમ તથા યોજના વિશે તાલીબધ્ધ કરવામાં આવશે.

એસ.બી.આઇ આર.સે.ટી. રાજકોટ, રાજકોટ જીલ્લાના કોઇપણ ગામડામાં  વસતા બી.પી.એલ તથા ૦ થી ૧૯ ના સ્કોરમાં આવતા ૧૮ થી ૪૫ સુધીની ઉંમર ધરાવતા કોઇપણ ભાઇ-બહેનો આર.સે.ટી.માં ચાલતી વિવિધ ૬૦ જેટલી તાલીમ સરકારશ્રી તરફથી રહેવા તથા જમવા સાથે વિનામુલ્યે લઇ શકશે.

તાલીમ લેવા ઇચ્છુકોએ સંસ્થાના ફેકલ્ટી તથા કોર્ષ કોઓડીનેટર શ્રી જીજ્ઞેશ ગોસ્વામીનો મો.૯૯૭૮૯૧૧૦૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. આ તાલીમ પોગ્રામ માટે ગૌરવ કલોલા, હાર્દિક પૈજા જહેમત ઉઠાવી રહયા છે. 

તસ્વીરમાં બીમા સખી તાલીમાર્થીઓ નાકરાણી મનિષા (પાંચવડા), મેર ધારાબેન (વિરપુર), રાઠોડ ઉર્મિલા (વિરપુર), ઉધાડ રીટા (થાણાગાલોલ), તાવિયા રસીલા (વિછિયા), પરમાર ભારતી (વિછીયા), તાવીયા જયોતિ (મોઢુકા), ચાવડા પલ્લવી (ભુખી), ભાલોડીયા નિરાલી (સુપેડી), વાઘ ગીતાબેન ( અરણી), માકડીયા ડીમ્પલ  (સાજડીયારી), વાઘ જસવંતિ (ઉપલેટા), મકવાણા કોમલ (પાનેલી), મકવાણા ગાયત્રી (મોટી પાનેલી), વાળા દર્શના (સુલતાનપુર), ભટ્ટ ઉર્વશી (સરધાર), સયૈદા બાલાપરીયા (ગોંડલ), અને નિમાવત જયોતિ (પારડી) નજરે પડે છે.  (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:48 am IST)