રાજકોટ
News of Thursday, 20th June 2019

બાપુનગર, જંગલેશ્વર અને ભગીરથ સોસાયટીમાં જુગાર રમતા ૧૩ ઝડપાયા

ભકિતનગર પોલીસે બે સ્થળેથી ૧ર અને બી ડીવીઝન પોલીસે એકની ધરપકડ કરી

રાજકોટ તા. ર૦: શહેરના બાપુનગર, જંગલેશ્વર અને ભગીરથ સોસાયટીમાં પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ૧ર અને વરલીના આંકડા લખી જુગાર રમાડતા એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર અજયકુમાર ચૌધરીની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડ કોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, વિક્રમભાઇ, રણજીતસિંહ, પ્રતાપસિંહ, દેવાભાઇ, ભાવેશભાઇ, દિવ્યરાજસિંહ, વાલજીભાઇ, હિતેષભાઇ, રાજેશભાઇ અને મનિષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે દેવાભાઇ અને ભાવેશભાઇને મળેલી બાતમીના આધારે બાપુનગર મેઇન રોડ શૌચાલય પાસે જાહેરમાં જુગાર રમતા જંગલેશ્વર શેરી નં. ૧પ નો વાહીદ સીદીકભાઇ આલીયાણી (ઉ. ૪પ), જંગલેશ્વર શેરી નં. ૬ નો શબ્બીર સુલેમાનભાઇ હિંગોળજા (ઉ. ૩૦), રામનાથપરા પાસે નવયુગપરા શેરી નં. ૪ નો ઇમરાન બાબુભાઇ લંઘા (ઉ. ર૯) નવા થોરાળા શેરી નં. ૩ નો કાનજી ભરતભાઇ મેર (ઉ.વ.રર), નવી ઘાંચીવાડ શેરી નં. ૭ નો મુન્નાવર યાકુબભાઇ દાઉદાણી (ઉ. ર૮), જંગલેશ્વર શેરી નં. ર૪નો અલ્તાફ વલીભાઇ મોદી (ઉ. ૪પ) અને જંગલેશ્વર શેરી નં. રર નો કાસમ વલીભાઇ મોદી (ઉ.વ. ૪૦) ને પકડી લઇ રૂ. ૧૬૪૩૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં વાલજીભાઇ અને રણજીતસિંહને મળેલી બાતમીના આધારે જંગલેશ્વર ખ્વાજા ચોક પાસે દરોડો પાડી જુગાર રમતા જંગલેશ્વરના આરીફ હારૂનભાઇ નારેજા (ઉ.૩૦), સાહીલ કરીમભાઇ પરમાર (ઉ. ર૧), સંજય દીલીપભાઇ સોનરાત (ઉ. ર૬), મેહુલ દીલીપભાઇ સોનરાત (ઉ.ર૯) અને મહેશ રતીલાલ શીંગાળા (ઉ. ૧૯) ને પકડી લઇ રૂ. ૧૬૯૬૦ ની રોકડ સહિતની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી.

જયારે ત્રીજા દરોડામાં બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ વી. કે. ઝાલા તથા હેડ કોન્સ. જનકસિંહ સહિતે ભગીરથ સોસાયટી શેરી નં. ૪ માં દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા શ્યામજી ભુપત ગોહેલ (ઉ.વ.ર૪) (રહે. ગોકુલનગર-૭ સંતકબીર રોડ) ને પકડી લઇ રૂ. ૪૬૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(4:02 pm IST)