રાજકોટ
News of Wednesday, 20th June 2018

ગોૈતમનગરમાં ઘર પાસે ટોળુ વળી છેડતી કરનારાને ટપારતાં અનિલભાઇ પર હુમલો

બાવાજી યુવાનને દિપક, હરેશ સહિતના શખ્સોએ ધોકાથી માર માર્યો

રાજકોટ તા. ૨૦: અમીન માર્ગ નજીક અક્ષર માર્ગ પર ગોૈતમનગરમાં રાત્રે ઘર પાસે બેસીને ઠઠ્ઠા મશ્કરી કરી રહેલા શખ્સોને બાવાજી યુવાને ઠપકો આપી પોતાના ઘરથી દૂર જવાનું કહેતાં ત્રણ-ચાર શખ્સોએ મળી આ યુવાનને ધોકાથી માર મારતાં સારવાર લેવી પડી હતી.

ગોૈતમનગર-૩માં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં અનિલભાઇ મંગળદાસ વાઘેલા (ઉ.૩૫) નામના બાવાજી યુવાનને રાત્રે અગિયારેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે દિપક, હરેશ, મનુ અને અજાણ્યા શખ્સોએ ધોકાથી માર મારતાં માથામાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

આ યુવાનના બહેનના જણાવ્યા મુજબ તેના ઘર નજીક રોજબરોજ દિપક સહિતના શખ્સો બીજા છોકરાઓને બોલાવે છે અને ટોળુ વળી ઠઠ્ઠા મશ્કરી કરે છે. આ બાબતે અગાઉ પણ આ શખ્સો વિરૂધ્ધ પોલીસને રજૂઆત-ફરિયાદ કરી હતી. થોડો સમય  શાંતિ રહી હતી પણ હવે ફરીથી આ શખ્સો ભેગા થવા માંડ્યા છે. રાત્રે આ શખ્સો બેઠા હોઇ અને ન બોલવાનું બોલતાં હોઇ ભાઇ દિપકભાઇ તેને ઘરથી દૂર જવાનું કહી સમજાવવા જતાં તેના પર ધોકાથી હુમલો થયો હતો.

માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ ખાચર અને રવિરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:23 am IST)