બે માસ પહેલા જ પરણેલા વાલ્મિકી યુવાનનું બેભાન હાલતમાં મોત
મોચી બજાર તિલક પ્લોટના પરમાર પરિવારમાં કલ્પાંત
રાજકોટ તા. ૨૦: મોચી બજારમાં રહેતાં વાલ્મિકી યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજ્યું છે. બે માસ પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતાં. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
મોચી બજાર તિલક પ્લોટ-૩માં રહેતો મિતેષ બાબુભાઇ સોઢા (ઉ.૨૭) નામનો વાલ્મિકી યુવાન સાંજે ઘરે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં એ-ડિવીઝનના પીએસઆઇ કે. એ. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મિતેષ કોર્પોરેશનના ટીપરવેનમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. તે બે ભાઇ અને બે બહેનમાં બીજો હતો અને બે મહિના પહેલા જ કોર્ટમેરેજ કર્યા હતાં. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું તેના ભાઇ ભરતભાઇ સોઢાએ જણાવ્યું હતું. લગ્નના બે જ મહિનામાં ચૂડી ચાંદલો ગુમાવતાં નવોઢા પર વજ્રઘાત થયો છે.