રાજકોટ
News of Friday, 20th May 2022

પુત્રના બાઇક પાછળથી પડી ગયેલા પડધરી સાલપીપળીયાના વલ્લભભાઇ પટેલનું મોત

યુનિવર્સિટી રોડ પર ૧૧ દિવસ પહેલા બનાવ બન્‍યો હતો

રાજકોટ તા. ૨૦: અગિયાર દિવસ પહેલા યુનિવર્સિટી રોડ પર જોહર કાર્ડસ નજીક પડધરીના સાલપીપળીયાના પટેલ વૃધ્‍ધ પુત્રના બાઇક પાછળથી પડી જતાં ઇજા થઇ હતી. તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

સાલપીપળીયા રહેતાં વલ્લભભાઇ કરમશીભાઇ સાકરીયા (ઉ.વ.૬૪) તા.૯/૫ના રોજ દવા લેવા આવ્‍યા હોઇ અહિ મટુકી રેસ્‍ટોરન્‍ટ સામે તપન હાઇટ્‍સમાં રહેતાં પુત્ર જયેશભાઇના બાઇક પાછળ બેસીને જતાં હતાં ત્‍યારે યુનિવર્સિટી રોડ પર બાઇક સ્‍લીપ થતાં તેઓ પડી જતાં ઇજા થઇ હતી.

તેમને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. ત્‍યાંથી ૧૦મીએ રજા અપાતાં ઘરે જ હતાં. ગઇકાલે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં.

પરંતુ તબિબે તેમને નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.  મૃત્‍યુ પામનાર વલ્લભભાઇ ચાર બહેનના એકના એક મોટા ભાઇ હતાં અને ખેતી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. યુનિવર્સ્‍ટિી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:39 pm IST)