રાજકોટ
News of Monday, 20th May 2019

રાજકોટ લોકસભા બેઠક : વિધાનસભા ભાગ ૬૮ થી ૭પના પ૦૦ મતદાન મથકમાં મોકપોલમાં એજન્ટે નાંખેલ મત ઝીરો બેલેન્સથી કેમ ન દેખાડાયો ?!

શહેર કોંગ્રેસ મહામંત્રી મોહનભાઇ સોજીત્રાનો ચૂંટણી અધિકારીને વિસ્તૃતપત્ર : અનેક વિગતો -ખુલાસા માંગ્યા.. : પ્રિસાઇડીંગ અધિકારી દ્વારા ફોર્મ નં.૧૭ની કોલમ ૧૦ની પેટા કોલમ ૧ થી ૪માં દર્શાવલ પેપર સીલની વિગતમાં ભારે ગેરરિતિના આક્ષેપો

રાજકોટ, તા. ર૦ : શહેર કોંગ્રેસ મહામંત્રી શ્રી મોહનભાઇ સોજીત્રાએ રાજકોટ જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીને પત્ર પાઠવી ૧૦, લોકસભા રાજકોટ સમાવિષ્ટ વિધાનસભા ભાગ ૬૮ થી ૭પના મતદાન મથકોના પ્રિસાઇડીંગ અધિકારી દ્વારા ફોર્મ (૧૭સી)ની કોલમ ૧૦ની પેટા કોલમ ૧ થી ૪માં પેપર સીલ અંગે દર્શાવવામાં આવેલ વિગતમાં ગેરરીતિ-ગોટાળા આચરાય છે તે ઉપરાંત ૧૦, લોકસભા રાજકોટ સમાવિષ્ટ વિધાનસભા ભાગ ૬૮ થી ૭પના મતદાન મથકોના પ્રિસાઇડીંગ અધિકારી દ્વારા ફોર્મ (૧૭ સી) ની કોલમ (પ)ની પેટા કોલમ બી માં ઉમેદવારોના મતદાન એજન્ટોએ કરેલ મોકપોલ ઇ.વી.એમ. ચકાસણીમાં ૦ ઝીરો બેલેન્સથી નાંખેલ મતો ફોર્મમાં દર્શાવેલ નથી. તે અંગે તપાસ કરવા માંગણી કરી છે.

પત્રમાં શ્રી મોહનભાઇ સોજીત્રાએ ઉમેર્યું છે કે, લોકસભા રાજકોટ સમાવિષ્ટ વિધાનસભા ભાગ ૬૮, ૬૯, ૭૦, ૭૧, ૭ર, ૭૩, ૭૪ અને ૭પ વિગેરે ભાગમાં અંદાજે કુલ રર૦ર મતદાન મથકો (બુથ) છે. તેના પ્રિસાઇડીંગ અધિકારીઓને ઇ.વી.એમ. માં ઉપયોગમાં લેવા માટે ત્રણ-ત્રણ પેપર સીલ દરેક પ્રિસાઇડીંગ અધિકારીને ફાળવેલ છે.

પ્રિસાઇડીંગ અધિકારીઓને ફાળવેલ પેપરસીલ પૈકી અમુક પ્રિસાઇડીંગ અધિકારી દ્વારા ઉપયોગમાં ત્રણ પૈકી કયા નંબરનું પેપર સીલ. ઉપયોગમાં લેવાયું તેની વિગત ફોર્મ (૧૭સી)માં દશાવેલ નથી. માત્ર સંખ્યા જ દર્શાવેલ છે. તેમજ વધારાના જે પેપરસીલ પરત જમા કરાવેલ તેના નંબર દર્શાવેલ નથી માત્ર સંખ્યા દર્શાવેલ છે. આ બાબત શંકાના દાયરામાં હોય ૬૮થી ૭પ ભાગના પ્રિસાઇડીંગ અધિકારીઓનેપ્રિ ફાળવેલ પેપરસીલના નંબરનું લીસ્ટ તથા પ્રિસાઇડીંગ અધિકારીએ ઉપયોગમાં લીધેલ પેપર સીલના નંબરનું લીસ્ટ તથા નુકસાન પામેલ પેપર સીલના નંબરનું લીસ્ટ આપશો જેથી કાઉન્ટીંગ એજન્ટને ચકાસણી કરવા આપી શકાય.

૧૦ લોકસભા રાજકોટ સમાવિષ્ટ વિધાનસભા ભાગ ૬૮થી ૭પના મતદાન મથકોના પ્રિસાઇડીંગ દ્વારા ફોર્મ (૧૭ સી) ની કોલમ (પ)ની કોલમ (બી) માં ઇ.વી.એમ. ચકાસણી (મોકપોલ)નો ઉમેદવારના અમતદાન એજન્ટે ઇ.વી.એમ. નાંખેલ મત વી.વી. પેટમાં પડેલ જીરો બેલેન્સ (બી) કોલમમાં અંદાજે પાંચસો મતદાન મકથકના પ્રમુખ અધિકારીએ ફોર્મમાં દશાવ્ેલ નથી.

રાજકોટ શહેર જિલ્લા ૧૦ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિધાનસભામાં ૬૮, ૬૯, ૭૦, ૭૧, ૭ર, ૭૩, ૭૪, ૭પ કુલ મતદાન મથક કેન્દ્રો અંદાજે રર૦૦થી વધુ માટે ઇવીએમ ફાળવાયેલ. જેમાં મતદાન મથક કેન્દ્રવાઇઝ પ્રીસાઇડીંગ ઓફીસરોને પેપરસીલ ર કે ૩ ફાળવાયેલ જે પૈકી ઉપયોગમાં લેવાયેલ પેપર સીલના નંબર બાકી રહેતા પેપરસીલ ચૂંટણી અધિકારીને પરત કરેલ તેના સીરીઝ નંબર સાથે જેનું લીસ્ટ સમગ્ર ૧૦, રાજકોટ લોકસભાનું લીસ્ટની માહિતી પૂરી પાડવા.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર શ્રી લલીતભાઇ કગથરા જે તે મતદાન મથક ક્રમાંકમાં તેઓએ નિયુકત કરેલ મતદાન એજન્ટો મોકપોલ કરેલ હોવા છતાં વીવીપેટમાં જે જે મતો ૧ થી ૧૦ ઉમેદવારોમાં નાંખવામાં આવેલ છે જે વીવીપેટમાં હોવા જોઇએ જે વીવીપેટમાં બ્લેન્ક (કોરા) પડેલ છે જે ફોર્મ ૧૭ સીમાં પ્રીસાઇડીંગ ઓફીસરે દર્શાવેલ નથી જેની વિગતો પૂરી પાડવા મતદાન મથક કેન્દ્રોની પૂરી પાડવા માંગણી છે.

૧૦-રાજકોટ લોકસભા સમાવિષ્ટ વિધાનસભા ૬૮, ૬૯, ૭૦, ૭ર, ૭૩, ૭૪, ૭પ મુકાયેલ પ્રમુખ અધિકારીશ્રીએ ફોર્મ ૧૭ સીમાં મતદાન મથક મતદાન મથક કેન્દ્ર કુલ જથ્થો દર્શાવેલ છે તે જ જથ્થો ફાળવેલ છે અમુક મતદાન મથક કેન્દ્રોમાં જેટલો જથ્થો ફાળવે છે તેટલા જ મતો પડેલ છે તેનું કારણ શું તેની વિગત સહ સ્પષ્ટતા કરાવશો. કારણ કે મતદાન મથક કેન્દ્ર નં. ૮૩ અને મતદાન મથક ક્રમાંક ૧૦૯માં મૂકવામાં પ્રીસાઇડીંગ ફાળવેલ જથ્થો તેટલા જ મતો પૂરા પાડેલ છે જેની ઉંડી તપાસ કરવી. આમ ખરેખર ૧૦૦ ટકા મતદાન થયેલ છે કે કેમ તેની તપાસ કરાવવા અમારી માંગણી છે.

(4:25 pm IST)