રાજકોટ
News of Monday, 20th May 2019

વારાણસીમાં નરેન્દ્રભાઇ મોદીની સરસાઇ નવા કિર્તિમાન સર કરશેઃ કમલેશ જોશીપુરા

સતત ૯૦ દિવસ સુધી વારાણસી લોકસભા વિસ્તારમાં ૩૦૦ જુથ સભા સંમેલનો અને વ્યાપક સંપર્ક અભિયાન હાથ ધરી રાજકોટ પરત ફરતા જોશીપુરા દંપતિ

રાજકોટ તા. ર૦ :.. વૈશ્વીક સભ્યતાનાં સૌથી પ્રાચીનતમ અવિરત રીતે જીવંત શહેર બનારસ-કાશી-વારાણસીની પ્રજામાં રાષ્ટ્રનાં પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી માટે જે સ્વયંભુ પ્રેમ અને જૂવાળ જોવા મળ્યો છે તે જોતાં આગામી તા. ર૩ નાં જાહેર થનાર પરિણામોમાં નરેન્દ્રભાઇ મોદીની સરસાઇ લોકસભાની ચૂંટણીઓનાં ઇતિહાસમાં નવા કિર્તીમાન સર કરશે તે સુનિશ્ચિત છે. વારાણસી સંસદીય ક્ષેત્રમાં દિર્ઘ સમય માટે રહી અને નાગરીક જીવનનાં વિવિધ ક્ષેત્રોનાં લોકનિયોજન કાર્યમાં સફળ ભૂમિકા અદા કરી અને પરત આવેલ વરિષ્ઠ અગ્રણી અને બનારસનાં શૈક્ષણીક અને સામાજીક ક્ષેત્રમાં ઘનિષ્ટ સંપર્ક ધરાવતા ડો. કમલેશ જોશીપુરા (મો. ૯૮ર૪ર ૧ર૦૩૩) એ જણાવ્યું છે.

પક્ષીય દ્રષ્ટિકોણ, વિચારધારા અભિપ્રાયોથી ઉપર ઉઠીને રાષ્ટ્રવાદના મહામંત્રીનાં પ્રતિક સમાન વિકાસ પુરૂષ નરેન્દ્રભાઇ મોદીને સમર્થન માટે સર્વાનુમતિ જોવા મળેલી છે.

છેલ્લા પ (પાંચ) વર્ષોમાં બનારસની સકલ બદલાયેલી છે. અને સર્વત્ર વિકાસનાં કામો ચાલી રહ્યા છે. તેનાથી કાશી વાસીઓ શ્રી મોદીને પ્રતિનિધી મળવા માટે ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે.

વારાણસી-બનારસ-કાશી ક્ષેત્રનાં રાજકિય-સામાજીક-સાંસ્કૃતિક સહિત તમામ ક્ષેત્રોનાં પ્રચંડ સમર્થન સાથે કાશીની શાન સમા આધ્યાત્મિક ક્ષેત્રની વિભૂતિઓનાં શ્રી નરેન્દ્રભાઇ મોદીજીને આશીર્વાદ છે.

વરિષ્ટ અગ્રણીશ્રી કમલેશ જોશીપુરા અને ડો. ભાવનાબેન જોશીપુરાએ ર૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં સતત ૯૦ દિવસ વારાણસી ખાતે રહી અને સમાજ જીવનનાં પ્રત્યેક ક્ષેત્ર સાથે સીધો અને ઘનિષ્ટ સંપર્ક સાધી ૩૦૦ થી વધુ જૂથ સભાઓ, વિશાળ સંમેલનો સાથે વ્યાપક સંપર્ક અભિયાન હાથ ધર્યુ, ચૂંટણીનાં પરિણામો પછી પણ પ્રસ્થાપિત થયેલા સંપર્કો સતત પાંચ વર્ષ સુધી જીવંત રાખ્યા અને નિયમીત સમયાંતરે વારાણસીની મુલાકાતોનાં માધ્યમથી જે અગ્રણી નાગરીકો રાજકિય રીતે કયાંય જોડાયેલ નથી તેવા વારાણસીનાં પ્રબુધ્ધ નાગરીકોને રાષ્ટ્રકાર્યમાં જોડયા. ર૦૧૯ ની ચૂંટણીમાં પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સામે, વિપક્ષો માત્ર ઔપચારિકતા પુર્ણ કરવા સંપૂર્ણ અગંભીર રાજકિય લડાઇ લડી રહયા હોય તેવું ચિત્ર વારાણસીમાં ફરતાં જોવા મળે છે.

 બેઠકોની શ્રૃખલા : ૨૦૧૪ થી જ લોક સંપર્ક અને લોક નિયોજનની ખુબ જનિરાળી અને આગવી પ પધ્ધતિ અપનાવવામાં આવી, સંપૂર્ણરીતે સ્વખર્ચે,સ્વસંપર્ક અને આપબળે સમાજ જીવનનાં કોઇ એક ક્ષેત્રની બીલકુલ અનોૈપચારીક ' ચાઞબેઠક' થાય અને તેમાં ઉપસ્થિત સહુ દ્વારા અન્ય એક બેઠક એ પ્રકારે '' ચેઇન ઓફ મીટીસ''ના માધ્યમથી તબીબો, વકીલો, વ્યાપારીઓ, શિક્ષણવિદો, પ્રોફેસરો, મહિલાઓ, રમત-ગમત, સંગિત-કલાક્ષેત્રને આવરી લેવામાં આવે.

મોનીંગ વોકર્સ સંપર્ક : કમલેશ જોશીપુરાએ રસપ્રદ વિગત જણાવ્યું હતું કે, વારાણસીમાં વિવિધ ક્ષેત્રમાં ૧૦૦ જેટલા અગ્રણીઓની ટીમ વહેલી સવારે ૫ થી ૭ દરમ્યાન મોર્નીગ વોકર્સ ''DL.W(ડીઝલ લોકોમોટીવ વકર્સ) બી.એચ.યુ.  અરસી, પાંડેપુર, શાસ્ત્રી સ્ટેડીયમથી લઇ જેટલા જેટલા મોર્નીગ વોકનાસ્થાનો છે તેને આવરી લઇ સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવે અને આ ઝુંબેશને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને મોર્નીગ વોકર્સ બાદ વિવિધ સ્થાનો ઉપર સુવિખ્યાત બનારસી ચા તથા કચોરીના ઠેેલાઓ  ઉપર જઇ અને ચાય પે ચર્ચાનું આયોજન કરવામાં આવેલ હતું.

શૈક્ષણીક ક્ષેત્ર : બનારસ હિન્દુ યુનિવર્સિટી કે જેનું વિશ્વમાં સ્થાન છે તેનાં અતિ વિશાળ કેમ્પસમાં એક સમયે મતદાનની ઉદાસીનતા હતી અને ૧૨ થી ૧૬ ટકા જ મતદાન થયાનું નોંધાયેલ છે. આ યુનિવર્સિટી ઉપરાંત મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ, સંસ્કૃત પાઠશાળાઓ તેમજ ડો. સંપર્ણાનંદ સંસ્કૃત વિશ્વ વિદ્યાલય તથા કોલેજોના પ્રાધ્યાપક ભાઇ-બહેનોની શ્રેણીબધ્ધ બેઠકો અને શૈક્ષણીક સંમેલનોનાં માધ્યમથી સમગ્ર વારાણસીમાં મતદાન જાગૃતિ અર્થે વિશિષ્ટ પ્રયાસન ેખુબજ મોટી સફળતામળી છે. અધ્યાપકો અને  શિક્ષકોની બનેલી ટીમે સમગ્ર વારાણસીમાં વિવિધ સ્થાનો ઉપર જુથ બેઠકોનું આયોજન કર્યુ હતું.

જુના વારાણસી-કાશીક્ષેત્રે :  બાબા વિશ્વનાથજીના પ્રાચિન એવા કાશીક્ષેત્રના સુવિખ્યાત વિશ્વનાથ મંદિર વિસ્તાર, મેંદાગીની, રાજઘાટ, ભૈરવનાથજી મંદિર વિસ્તાર, ગુજરાતી બાહુલ્ય એવા પકકામહલ, દશાશ્વમેઘ ઘાટ, ચાોક વિસ્તારના રહેણાંક વિસ્તારમાં માત્ર પગપાળા જઇ શકાય તેવા વિસ્તારોમાં પ્રત્યેક ઘરોનો 'હાઉસ ટુ હાઉસ' જનસંપર્ક દરમિયાન જબ્બર પ્રતિસાદ સાંપડયો હતો. પ્રહલાદ ઘાટ, હરિશચંદ્ર ઘાટ, રાજઘાટ, તેમજ કાશી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં નાની-નાની જુથ બેઠકો આયોજીત કરવામાં આવી હતી.

કાશી ગુજરાતી સમાજ :  લગભગ ૩૦૦ વર્ષોથી વારાણસીમાં ગુજરાતીઓ વસે છે. ખુબજ મોટી સંખ્યા છે, પરંતુ ૨૦૧૪ પહેલાં કોઇ વ્યવસ્થિત સંગઠન ન હતું. શ્રી મોદીજીએ વારાણસી ક્ષેત્રની ઉમેદવારી બાદશ્રી અનીલજી શાસ્ત્રી (અનીલ ગુરૂજી) એ બીડુ ઝડપી શ્રી કમલેશ જોશીપુરા તેમજ અન્ય અગ્રણીઓની હાજરીમાં કાશી ગુજરાતી સમાજની સ્થાપના કરી,૨૦૧૯ ની ચૂંટણીમાં એક ગુજરાતી તરીકે શ્રી મોદીજી માટે કાશી ગુજરાતી સમાજ દ્વારા શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું

આયોજન કરવામાં આવેલ છે. પિયુષ ગોયેલ, જે. પી. નડ્ડા, સોમભાઇ મોદી, કાકુભાઇ ભગતજી સહિતનાં અગ્રણીઓની હાજરીમાં વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું.

સેવા પ્રકલ્પો :- જનસંપર્કનાં આ અભિયાન સાથે વિવિધ સ્થાનો ઉપર પ્રજાલક્ષીકલ્યાણ પ્રકલ્પો અને સેવાયજ્ઞોનાં આયોજન કરવામાં આવ્યાં છે. જેમાં પંચકોશી યાત્રામાર્ગ પર પીવાનાં પાણી, ફીઝીયોથેરાપી કેમ્પ, કારકીર્દી માર્ગદર્શન સહિતનાં શ્રેણીબધ્ધ સેવાયજ્ઞો થકી શ્રી મોદીજી દ્વારા જાહેર કરાયેલ - અમલમાં રહેલ વિવિધ યોજનાઓની જાણકારીની ખૂબ જ અસરકારક વ્યવસ્થા પણ નિષ્પન્ન કરવામાં આવી છે.

ર૦ દિવસનાં ગાળામાં રાષ્ટ્રીય સુરક્ષા, શિક્ષણ, કલ્યાણ યોજનાઓ, મતદાન જાગૃતિ સહિતનાં વિષયોને આવરી લઇ ૩૦ થી વધુ વિશાળ સંખ્યાવાળા પરિસંવાદ તેમજ ચર્ચા સભાઓનું પણ આયોજન કરવામાં આવેલ.  સમગ્ર રીતે વારાણસીએ દાયકાઓથી રાજકીય રીતે ખૂબ જ જાગૃત શહેર છે અને જે નેતાને આ શહેર પોતાના માની અપનાવે છે તેના માટે પુરૂરી તાકાતથી ટેકો આપે છે અને પૂવાંચલના આ ક્ષેત્રમાં શ્રી મોદીજીને કાશી વાસીઓ તરફથી મળતો પ્રેમ અપ્રતિમ છે.

એક ખુબ જ રસપ્રદ હકિકતનું નિરૂપણ કરતા શ્રી કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે વારાણસીની એક વિધાનસભાના કોંગ્રેસ પક્ષનાં એક ધારાસભ્ય અને વયોવૃધ્ધ છતાં ખૂબ જ પ્રતિષ્ઠત એવા તબીબ શ્રી રજનીકાંત દતા કે જેના પરિવારમાં ખુબ જ પ્રતિષ્ઠત તબીબો પણ છે તેમણે ર૦૧૪ થી શ્રી નરેન્દ્રભાઇ મોદીની કાર્ય પધ્ધતિથી પ્રભાવિત થઇ અને કોઇપણ જાતના સ્વાર્થ વગર અને સંપૂર્ણ બિન રાજકીય રીતે શ્રી મોદીજી માટે ખુબ વ્યાપક પ્રચાર - પ્રસાર કરી અને હવે વર્તમાનમાં સામાજીક પ્રચાર માધ્યમમાં પોતાની વિગત અને વિચારો વ્યકત કરવા માટે બે વ્યકિતને રાખેલા છે. જે સતત શ્રી દત્તાનાં રાજકીય વિચારોને પ્રસારીત કરી કશે, તેઓએ જણાવ્યું હતું કે આ ઉમરે મારે કશું જ મેળવવાનું નથી પરંતુ શ્રી મોદી માટે સમર્થન એ રાષ્ટ્ર ધર્મ છે.

(4:24 pm IST)