રાજકોટ
News of Monday, 20th May 2019

થેલેસેમીક બાળકો માટે બ્લડ - ઇન્જેકશનની વ્યવસ્થા કરો : રજુઆત

રાજકોટ : રકત જ જેમનો ખોરાક છે એવા બાળકોને નિયમિત ચડાવવાનું રકત અને ડેસ્પેરલ ઇન્જેકશનની શોર્ટેઝ ઉભી થતા રકતદાન, ચક્ષુદાન, દેહદાન, થેલેસેમીયા પ્રચાર સમિતિ દ્વારા સીવીલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજના અધિકારીઓ સમક્ષ રજુઆત કરી હતી. એકલી સીવીલ હોસ્પિટલમાં જ થેલેસેમીયાના ૪૧૮ બાળકો રજીસ્ટર્ડ થયા છેે. આ બાળકોને રકત ચડાવવામાં જયાં રૂમ ફાળવવામાં આવ્યો છે ત્યાં બાજુમાં જ ઇમરજન્સી વિભાગ હોય ઘણી વખત ડેડ બોડી ત્યાં રખાતા કુમળા બાળકો ઉપર તેની ઘેરી અસર થાય છ. તેથી બ્લડ ઁટ્રાન્સકયુન માટે અલાયદી વ્યવસ્થા કરવા તેમજ રકત અને ઇન્જેકશનની અછત દુર કરવા રજુઆત કરવામાં આવેલ. પ્રત્યુતરમાં મેડીકલ કોલેજન ગૌરવીબેન ધ્રુવે હકારાત્મક  પ્રતિભાવ આપી ટુંક સમયમાં વ્યવસ્થા થાય તે માટે સહકાર આપેલ. રજુઆત સમયે સંસ્થાના મુકેશભાઇ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, ઉપેનભાઇ મોદીએ રજુઆત કરી તે સમયે ડો. રવિ ધાનાણી, પુજા મહેતા, કેવલ મહેતા, પુનમ લીંબાસીયા, ધ્રુવ રાવલ, હિરેન મંગલાણી અને થેલેસેમીક બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

(4:22 pm IST)