રાજકોટ
News of Monday, 20th May 2019

શહેરમાં ઠેર ઠેર ખાડાઓનુ સામ્રાજય

રાજકોટઃ  શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ખાડા-ખબચડાઓનુ સામ્રાજય જોવા મળી રહ્યુ છે. જેના કારણે હજારો રાહદારીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. આ સમસ્યા તાત્કાલીક ઉકેલવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ મ્યુ.કમિશ્નરને રજુઆત કરી છે.  શહેર રંગીલુ નહિ પરંતુ સ્માર્ટ ખાડા નગરી રાજકોટ બની ગયુ હોય તેવુ લોક મુખે ચર્ચાઇ રહયુ છે.

(4:17 pm IST)