રાજકોટ
News of Monday, 20th May 2019

વાણીયાવાડીમાં વોકીંગમાં નિકળેલા કડીયા વૃદ્ધ બેભાન થઇ જતા મોત

રાજકોટ, તા. ર૦ : વાણીયાવાડી મેઇન રોડ પર વોકીંગમાં નિકળેલા કડીયા વૃદ્ધ બેભાન થઇ જતા તેનું સીવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મળતી વિગત મુજબ પીપળીયા હોલ પાસે ન્યુ ખોડીયાર સોસાયટીમાં રહેતા અને જીલ્લા પંચાયતના નિવૃત પટ્ટાવાળા ભરતભાઇ માવજીભાઇ વાઘેલા (ઉ.વ.૬૧) રાત્રે પોતાના ઘરેથી વોકીંગ કરવા માટે નિકળ્યા હતાં તે વાણીયાવાડી મેઇન રોડ પર પહોંચતા અચાનક બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃત ભરતભાઇને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. આ અંગે ભકિતનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

ભગીરથ સોસાયટીમાં વૃદ્ધાનું બેભાન હાલતમાં મોત

સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી શેરી નં.૧૦માં રહેતા ગણેશભાઇ હંસરાજભાઇ રાબડીયા (ઉ.વ.૬ર) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતાં તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે બી-ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ કે.આર. ચોટલીયા તથા રાઇટ પ્રતિકભાઇએ તપાસ આદરી છે.

બીમારી સબબ વૃદ્ધાનું મોત

દોઢસો ફુટ રોડ શીતલ પાર્કમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા ભાનુબેન બચુભાઇ ભાડેસીયા (ઉ.વ. ૭૦) ગઇકાલે આશ્રમમાં હતા ત્યારે બીમારી સબબ એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. ભગીરથસિંહએ કાર્યવાહી કરી હતી.

(4:03 pm IST)