રાજકોટ
News of Monday, 20th May 2019

શાપર-વેરાવળમાં ચોરાઉ બાઇક સાથે રાજકોટનો લાલજી પટેલ પકડાયો

આજીડેમ વિસ્તારમાંથી ચોર્યાની કબુલાત આપીઃ રૂરલ ક્રાઇમબ્રાંચે દબોચી લીધો

શાપર-વેરાવળ તા.૨૦: શાપર વેરાવળમાંથી ચોરાઉ મોટર-સાઇકલ સાથે પટેલ શખ્સને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.પોલીસ અધિક્ષક બલરામ મીણા એ મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી.ના ઇન્ચા.પો.ઇન્સ. એચ.એ.જાડેજા તથા પો.સબ.ઇન્સ, વી.એમ.લગારીયાના માર્ગદર્શન હેઠળ મળેલ હકિકત આધારે લાલજી ભીખુભાઇ વોરા પટેલ રહે.રાજકોટ સાઇબાબા સર્કલ પાસે, ઇસ્વર સોસાયટીને ચોરાઉ બાઇક એકટીવા નં.GJ-3JB 7160 સાથે પકડીપાડી પૂછતાછ કરતા આબાઇક આજીડેમ પો.સ્ટે વિસ્તારમાંથી ચોર્યાની કબુલાત આપતા આ અંગે રાજકોટ પોલીસને જાણ કરાઇ હતી.આ કાર્યવાહીમાં એલસીબીના હેડ કો.બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેવ બારડ તથા પો.કો.-મયુરસિંહ જાડેજા જોડાયા હતા.

(4:02 pm IST)