રાજકોટ
News of Monday, 20th May 2019

નવાગામમાં સંજય રોજાસરા પર ભરત બંગડી અને સાગ્રીતોનો તલવારથી હુમલો

જુના મનદુઃખને કારણે અગાઉ પણ હુમલો કર્યો'તોઃ ફરીથી સફેદ રંગની સ્કોર્પિયોમાં આવી ડખ્ખો કરી ભાગી ગયા

રાજકોટ તા. ૨૦: નવાગામ આણંદપર રંગીલા પંચવટી સોસાયટી-૨માં રહેતાં અને કરિયાણાની દૂકાન ચલાવતાં સંજય વાઘજીભાઇ રોજાસરા (ઉ.૩૨) નામના કોળી યુવાન પર સાંજે ભરત બંગડી અને તેના સાગ્રીતોએ તલવારથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

સંજયના કહેવા મુજબ અગાઉ પોતે ભરત વિશે પોલીસને દારૂની બાતમી આપતો હોવાની શંકા કરી ભરતે પોતાના પર હુમલો કરી સ્કોર્પિયો સળગાવી દીધી હતી. તે વખતે તેના વિરૂધ્ધ ફરિયાદ કરી હોઇ તેનો ખાર રાખી તે અવાર-નવાર ડખ્ખા કરે છે. થોડા મહિના પહેલા પણ પોતાને કપાળે ઇજા કરવામાંં આવી હતી. ગઇકાલે સાંજે ભરત અને તેના સગ્રીતો સફેદ રંગની સ્કોર્પિયોમાં આવ્યા હતાં અને તલવારથી હુમલો કરી ભાગી ગયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(4:02 pm IST)