રાજકોટ
News of Monday, 20th May 2019

ટાટની પરીક્ષામાં સફળતા મેળવતા CCDC ના છાત્રો

રાજકોટ : ગુજરાત રાજયમાં એકમાત્ર સીસીડીસી સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી રાજય તથા કેન્દ્ર સરકારની જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની ક્રમબદ્ધ તાલીમ આપવામાંઆવે છે. જેના પરિણામ સ્વરૂપ જુદી જુદી પરીક્ષાઓમાં તાલીમ લીધેલા છાત્રો મારફત ઝળહળતી સફળતાઓ મેળવી અનેકવખત સીસીડીસીની કામગીરીને ચાર-ચાંદ લગાવેલ છે. સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ વિદ્યાશાખા અને સીસીડીસીના સંયુકત ઉપક્રમે છેલ્લા ચાર વર્ષથી ટેટ-ટાટની રાજયકક્ષાની પરીક્ષાઓની તાલીમ ૧૦૦-૧૧૦ કલાક નિષ્ણાંતો, તજજ્ઞો મારફત આપવાનું આયોજન કરવામાં આવે છે. ઉત્તરોતર નવા પ્રયોગો અને સ્માર્ટ ટેકિાનકથી છાત્રો મારફત સુંદર પરિણામ લાવી શિક્ષણ વિદ્યાશાખા અને સીસીડીસીની કામગીરીને છાત્રો મારફત બિરદાવવામાં આવેલ છે. તાજેતરમાં જ ગુજરાત સરકારશ્રી મારફત જાહેર કરાયેલ ટાટ (સેકેન્ડરી) પરિક્ષાનું રાજયકક્ષાનું પરિણામ ૬૨% જાહેર થયેલ છે, ત્યારે સીસીડીસીમાં તાલીમ મેળવી રહેલા ૧૮૦ છાત્રોમાંથી ૧૨૩ કરતા વધુ છાત્રોએ ઝળહળતી સફળતા મેળવી ૬૯% પરિણામ સાથે રાજયભરમાં સીસીડીસીની કામગીરીને ગોૈરવ અને પ્રોત્સાહન અપાવેલ છે. રાજયકક્ષાની બી.એડ. તાલીમાર્થીઓને શિક્ષક થવા માટેની આવશ્યક ટેટ-ટાટ પરિક્ષામાં ચાઇલ્ડ સાયકોલોજી, ગુજરાતી, શિક્ષણ પદ્ધતિઓ, અંગ્રેજી, જનરલ નોલેજ વગેરે વિષયોનાં શિક્ષણ વિદ્યાશાખા અને સીસીડીસીના તજજ્ઞદ મારફત તાલીમ માટે જોડાયેલ વિદ્યાર્થીઓને એમ.સી.કયુ.ઙ્ગઙ્ગ પરિક્ષાલક્ષી સચોટ જ્ઞાન અને મોડેલ પ્રશ્ન સંપુટ મારફત પ્રેકટીસથી ૧૦૦ કલાકની તાલીમ મારફત રેકોર્ડબ્રેક પરિણામ મળી રહયું છે. સીસીડીસીનાં નોંધાયેલા ૧૮૦ છાત્રોમાંથી ૧૨૩ છાત્રોને સફળતા મળેલ છે. જેમાંઅર્થશાસ્ત્રના-ર, ભાષાના-૫૮, મેથ્સ/સાયન્સના-૪૫, ફીઝીકલ એજયુકેશન-ર, સામાજિક વિજ્ઞાનના-૧૬ છાત્રોને સફળતા મળેલ છે. સફળ થયેલ છાત્રોને કુલપતિ પ્રો.નિતીનભાઇ પેથાણી, ઉપકેલપતિ ડો. વિજયભાઇ દેશાણી, શિક્ષણ વિદ્યાશાખાના ડીન નિદ્ત્તભાઇ બારોટ, અધરધેન ડીન ડો. જનકભાઇ માકવાણા,  કુલસચિવ ડો. રમેશભાઇ પરમાર, સર્વે સત્તામંડળના સદસ્યો સીસીડીસીના સંયોજક પ્રો. નિકેશભાઇ શાહ, વિષયનિષ્ણાંત ડો. પ્રતિકભાઇ મહેતા વગેરે અભિનંદન પાઠવેલ છે. ટીમ સીસીડીસીના સર્વશ્રી સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, સોનલબેન નિમ્બાર્ક, આશીષભાઇ કીડીયા, કાંતિભાઇ જાડેજા, વિગેરે જહેમત ઉઠાવેલ હતી. ટીમ સીસીડીસી મારફત અનુરોધ કરાયેલ છે કે, તાજેતરમાં સીસીડીસી ખાતે જીપીએસસી કલાસ-૧ અને ર, રેલ્વેની પરીક્ષા, એસ.બી.આઇ./આઇ.બી.પી.એસ. પરિક્ષા, બિનસચિવાલય ઓફીસ આસીસ્ટન્ટ અને તલાટીના વર્ગોમાં ૪૦૦ થી વધુ તાલીમાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે અને બિનસચિવાલય ઓફિસ આસીસ્ટન્ટમાં રજીસ્ટ્રેશન ચાલુ હોય મહત્તમ વિદ્યાર્થીઓ ઉપરોકત તાલીવર્ગોનો લાભ વેકેશનમાં લઇ તાલીમમા ંજોડાઇ શકે છે.

(3:54 pm IST)