રાજકોટ
News of Monday, 20th May 2019

સેન્ટ મેરીઝ સ્કૂલના મેનેજર ફાધર જયોર્જ નેટ્ટીકાટની દફનવિધી

રાજકોટ : સેન્ટ મેરીઝ સ્કૂલના મેનેજર ફાધર જયોર્જ નેટ્ટીકાટનુંદુઃખદ અવસાન થયું છે. કર્મઠ, કર્તવ્યનિષ્ઠ,માનવ સેવામાં અગ્રેસર,અને પ્રેમાળ સ્વભાવના ફાધર જયોર્જ નેટ્ટીકાટએ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે સદ્દગતની દફનવિધિ કરવામાં આવી હતી.

 

ફાધર જયોર્જ નેટ્ટિકાટની અંતિમ વિધિના પ્રથમ ભાગ સેન્ટર ઝેવિયર્સ પ્રોવિશન્યલ હાઉસમાં પ્રોવિન્શન્યલ ફાધર થોમસના હસ્તે શરૂ થઈ. ફાધરને વિદાય આપવા રાજકોટના નિવૃત ધર્માધ્યક્ષશ્રી ગ્રીગરી, હાલના ધર્મધ્યક્ષશ્રી જોસ, ગાંધીનગરના આર્ચબિશપ થોમસ મકવાન, મોટી સંખ્યામાં ફાધરો, સિસ્ટરો, શુભેચ્છકો, મિત્રો, ધર્મજનો હાજર રહ્યા હતા. પ્રોવિન્શયલ હાઉસથી ફાધરના પાર્થિવ શરીરને બિશપહાઉસ ખાતે પ્રેમ મંદિરમાં લાવવવામાં આવેલ. ત્યાં પૂજય ધર્મધ્યક્ષોના હસ્તે અંતિમ વિધીની પ્રાર્થનાઓ તથા પરમ પૂજા થયા બાદ ફાધર જયોર્જના પાવન શરીરને પ્રેમમંદિરમાં જ દફનાવવામાં આવેલ.

ફાધર જયોર્જ નેટ્ટીકાટ પ્રેમમંદિર, ક્રાઈસ્ટ હોસ્પિટલ, ક્રાઈસ્ટ કોલેજ સહીત રાજકોટ ધર્મપ્રાંતની અનેક સંસ્થા સાથે સંકળાયેલ હતા. વર્ષ ૧૯૪૬માં જન્મેલ ફાધર જયોર્જ નેટ્ટીકાટએ ૧૯૭૪માં પુરોહિત દીક્ષા લીધી હતી.

ઉલ્લેખનિય છે કે ફાધર જયોજ નેટ્ટીકાટની નાદુરસ્ત તબીયતના કારણે સારવાર લઈ રહ્યા હતા. ઉકત તસ્વીરોમાં પરિવારજનો મિત્રોની ઉપસ્થિતિમાં પ્રાર્થના- દફનવિધીની તસ્વીર દર્શાય છે.

(11:43 am IST)