રાજકોટ
News of Sunday, 20th May 2018

રાજકોટના શાપર-વેરાવળમાં ઇન્ટ્રિકસ્ટ કંપનીમાં અચાનક આગ ભભૂકી :રાજકોટ-ગોંડલની ફાયર ફાયટરો દોડ્યા

રાજકોટના શાપર વેરાવળ ખાતે ઇન્ટ્રીકસ્ટ નામની કંપનીમાં આજે ભર બપોરે એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેના પગલે કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી. પ્રાથમિક ધોરણે આ આગ શોટ સર્કિટ ના કારણે લાગી હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. આગના પગલે કંપની કામદારોના જીવ પડિકે બંધાઇ જવા સાથે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે રાજકોટ અને ગોંડલના ફાયર વિભાગને ઘટનાની જાણ કરાતા, તુરંત ધસી આવેલ ફાયર ફાઇટરો એ ૨ કલાકની જહેમત બાદ આ આગ પર કાબુ મેળવ્યો હતો

(9:58 pm IST)