રાજકોટ
News of Tuesday, 20th April 2021

શ્વાસ ઉપડયા બાદ બેભાન થઇ જતા યુવાન અને મહિલાનું મોત

રાજકોટ તા.ર૦ : મોરબી રોડ પર ગણેશપાર્કમાં યુવાનનું અને રૈયાધાર આવાસ યોજના કવાર્ટરની મહિલાને શ્વાસ ઉપડયા બાદ બે ભાન થઇ જતા મોત નિપજતા પરિવારમાં શોકવ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ પર પુનમ હોલની પાછળ ગણેશ પાર્ક શેરી નં.૧મા રહેતા અને આર.એમ.સી.માં  ડ્રાઇવર તરીકે નોકરી કરતા હર્ષદગીરી ભગવાનગીરી ગોસ્વમી (ઉ.૪૯) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે તેન અચાનક શ્વાસ ઉપડયા બાદ બેભાન થઇ જતા તેને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક હર્ષદગીરીને સંતાનમાં બેપુત્ર અને એક પુત્રી છે. તે બે બહેન અને એકભાઇમા મોટા હતા આ અંગે પ્રનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

બેભાન હાલતમાં ગંગાબેનનું મોત

રૈયાધાર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા ગંગાબેન ઉમેશભાઇ સોણા (ઉ.૩૮) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે તેને અચાનક શ્વાસ ઉપડતા સારવાર માટે  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક ગંગાબેનને સંતાનમાં બે પુત્ર છે આ અંગે યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.

આંચકી આવતા રમણીકભાઇનું મોત

ગોંડલ રોડ એસ.ટી.વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા રમણીકભાઇ મનુભાઇ વાળા (ઉ.૩૭) રાત્રે પોતાના ઘરે હતા ત્યારે આંચકી આવતા બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

બેભાન થયા બાદ પ્રૌઢનું મોત

ભગતીપરા જયપ્રકાશનગરમાં રહેતા જશુભા બહાદુરસિંહ ઝાલા (ઉ.પ૮) રાત્રે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે બીડીવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

બેભાન હાલતમાં  રંજનબેનનું મોત

૮૦ ફુટ રોડ પર ખોડીયારનગરમાં રહેતા રંજનબેન રામચંદ્રભાઇ ઠાકુર (ઉ.૪૦) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે તે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ બનાવ અંગે થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.

ભારતીનગરના લાલજીભાઇનું મોત

ગાંધીગ્રામ ભારતીનગરમાં રહેતા લાલજીભાઇ વસંતભાઇ નકુમ (ઉ.૪૪) પોતાના ઘરે હતા ત્યારે વહેલી સવારે એકા એક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:18 pm IST)