રાજકોટ
News of Tuesday, 20th April 2021

ઘર આંગણે ફેરીયા પાસેથી જ શાકભાજી ખરીદો : દેવુબેન જાદવ

માસ્‍ક અને સોશિયલ ડિસ્‍ટન્‍સનું અવશ્‍ય પાલન કરવા માર્કેટ સમિતિ ચેરમેનની અપીલ

રાજકોટ,તા. ૨૦: શહેરી જનોને ઘર આંગણે આવતા શાકભાજીના ફેરિયા પાસેથી જ શાકભાજી ખરીદવાનો આગ્રહ રાખવો અને માસ્‍ક અવશ્‍ય પહેરવું અને સોશિયલ ડિસ્‍ટન્‍સ જાળવવા માર્કેટ સમિતિના ચેરમેન શ્રીમતિ દેવુબેન જાદવએ અનુરોધ કર્યો છે.

આ અંગે દેવુબેન જાદવે જણાવ્‍યું હતુ કે, હાલ કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીની પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને સૌ સાથે મળી, સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈનનું પાલન કરીએ. બિનજરૂરી ઘરની બહાર જવાનું ટાળવું અને અત્‍યંત જરૂરી હોય તો જ અને ઘરની બહાર નીકળવાનું થાય તો માસ્‍ક અવશ્‍ય પહેરવું અને સોશિયલ ડિસ્‍ટન્‍સ જાળવવું જરૂરી છે. માર્કેટ સમિતિની ચેરમેન શ્રીમતી દેવુબેન જાદવ શહેરીજનોને અપીલ કરતા જણાવે છે કે, વેપારી પોતે માસ્‍ક પહેરે અને શાકભાજી ખરીદી કરવા આવતા ગ્રાહકોને પણ માસ્‍ક પહેરવા આગ્રહ કરે. ઘર આંગણે આવતા શાકભાજીના ફેરિયાઓ પાસેથી શાકભાજી ખરીદવાની આગ્રહ રાખવો, શાક માર્કેટ ખાતે ટોળા માણસો એકત્રિત થાય ત્‍યાં શાકભાજી ખરીદી કરવા ન જવું.

અંતમાં દેવુબેનએ જણાવ્‍યું હતુ કે, હોકર્સ ઝોન ખાતે ખાણીપીણી લારીઓએ સોશિયલ ડિસ્‍ટન્‍સ જાળવવું અને બને ત્‍યાં સુધી પાર્સલ લેવાનો આગ્રહ રાખવો. કોરોના વાઇરસથી બચવા માસ્‍ક અવશ્‍ય પહેરીએ અને સોશિયલ ડિસ્‍ટન્‍સ જાળવીએ. સરકારશ્રી દ્વારા વખતો વખત આપવામાં આવતી ગાઈડલાઈનનું ચુસ્‍ત પણે પાલન કરીએ.

(4:00 pm IST)