રાજકોટ
News of Tuesday, 20th April 2021

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ૪૦૦ બેડની હોસ્‍પીટલની તૈયારીની સમીક્ષા

ડો. રાહુલ ગુપ્‍તા, કલેકટર રેમ્‍યા મોહન, કુલપતિ નીતિન પેથાણી, મેહુલ રૂપાણી સહિતના દ્વારા તૈયારીનો ધમધમાટઃ કાલથી શરૂ થવાની શકયતા

રાજકોટઃ. કોરોના મહામારીમાં આવેલા તિવ્ર ઉછાળાને પગલે રાજકોટમાં બેડ ખૂટી પડયા, દવા-ઈન્‍જેકશન ભારે અછત, દર્દીઓને પારાવાર પરેશાની.. આ સંજોગોમાં સામાજીક ઉતરદાયીત્‍વના ભાગરૂપે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે કન્‍વેશનર હોલ, ઈન્‍ડોર સ્‍ટેડીયમમાં ૪૦૦ બેડની ઓકિસજન સાથે હોસ્‍પીટલ ઉભી કરવા તડામાર તૈયારીઓ ચાલે છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણી, સીન્‍ડીકેટ સભ્‍ય નેહલ શુકલ, મેહુલ રૂપાણી, એચકયુડીસીના આસિસ્‍ટન્‍ટ ડાયરેકટર ડો. કલાધર આર્ય, પરીક્ષા નિયામક નિલેશ સોની, કુલસચિવ જતીન સોની સહિતના દ્વારા યુનિવર્સિટી ખાતે તુરંત હોસ્‍પીટલ તૈયાર કરવા તડામાર યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. જેની ફળશ્રૃતિએ હવે કલાકોના સમયગાળામાં જ પ્રારંભિક ૫૦ ઓકિસજન બેડની હોસ્‍પીટલ શરૂ થશે.

આજે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ કલેકટર દ્વારા સંયુકત ઉપક્રમે કોરોનાની વિકટ પરિસ્‍થિતિમાં ૪૦૦ બેડની ઓકિસજનવાળી હોસ્‍પીટલ કન્‍વેશન બિલ્‍ડીંગ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ ખાતે તૈયારી થઈ રહી છે.

આ હોસ્‍પીટલ જલ્‍દી ચાલુ થાય તે માટે રાજકોટ એસીએસ ડો. રાહુલ ગુપ્‍તા, જિલ્લા કલેકટર રેમ્‍યા મોહન, ચીફ ફાયર ઓફિસર એલ.વી. ખેર, કુલપતિ નીતિનભાઈ પેથાણી, સીન્‍ડીકેટ સભ્‍ય મેહુલભાઈ રૂપાણી, રજીસ્‍ટ્રાર ડો. જતીન સોની સાથે સ્‍થળ મુલાકાત કરી તમામ સુવિધા જરૂરીયાતોની ઝીણવટભરી ચર્ચા કરી હતી. આ બેડ સંભવત આવતીકાલથી શરૂ થવાની શકયતા છે.

(3:53 pm IST)