રાજકોટ
News of Saturday, 20th April 2019

સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ૨૮ મીએ સમૂહ લગ્ન

૫૩ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે : પટેલ બોર્ડીંગના મેદાનમાં આયોજન : રકતદાન કેમ્પ પણ થશે : તડામાર તૈયારીઓ

રાજકોટ તા. ૨૦ : સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૨૮ ના રવિવારે ૪૦ મા સમુહલગ્નોત્સવનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ આયોજીત તથા સરદાર પટેલ સોશ્યલ ગૃપ (મેઇન) અને મહિલા સેવા સમિતિ (વાણીયાવાડી) સંચાલિત આ સમુહલગ્નમાં ૫૩ યુગલો જોડાશે. તમામ દિકરીઓને ૧૦૦ થી વધુ વસ્તુઓ કરીયાવર સ્વરૂપે અપાશે.

પટેલ બોર્ડીંગ ગ્રાઉન્ડ, ૮૦ ફુટ રોડ, બોલબાલા માર્ગના છેડે, ન્યુ લાલ બહાદુર સોસાયટી પાસે, પીપળીયા હોલવાળો રોડ ખાતે આયોજીત આ અવસર માટે વિશાળ સમીયાણો તૈયાર કરાશે. જાનૈયા માંડવીયા અને આમંત્રિતો સહીત ૭ થી ૮ હજાર લોકો માટે જમણવારની વ્યવસ્થા કરાશે.

માંગલીક અવસરોમાં ૨૮ મીના સાંજે ૪ વાગ્યે જાન આગમન, ૬.૩૦ વાગ્યે હસ્ત મેળાપ, સાંજે ૭ વાગ્યે ભોજન સમારોહ અને રાત્રે ૮.૩૦ વાગ્યે કન્યા વિદાય અપાશે.

સમુહલગ્નની સાથો સાથ આરોગ્ય સેવાના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓના લાભાર્થે સાંજે ૪ થી ૮ રકતદાન કેમ્પ પણ રાખેલ છે.

ઉલ્લ્ેખનીય છે કે આ સંસ્થા દ્વારા સમયાંતરે આરોગ્ય નિદાન કેમ્પ, માર્ગદર્શન કેમ્પ, ઉનાળુ તાલીમ વર્ગ સહીતના આયોજનો થતા આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં આયોજીત સમુહલગ્નના આયોજનને લઇને તડામાર તૈયારીઓ આદરવામાં આવી છે.

મંગલ અવસરે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પટેલ બોર્ડીંગના પ્રમુખ શામજીભાઇ ખુંટ, એ. પી. પટેલ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શિવલાલભાઇ વેકરીયા, ખોડલધામના ટ્રસ્ટી શર્મિલાબેન બાંભણીયા, માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઇ પટેલ, સમાજ અગ્રણી ભુપતભાઇ બોદર, સમાજ અગ્રણી શંભુભાઇ પરસાણા એડવોકેટ દિલીપભાઇ પટેલ, બેડીપરા પટેલવાડીના પ્રમુખ ધરમશીભાઇ નાથાણી, એડવોકેટ અર્જુનભાઇ પટેલ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ વલ્લભભાઇ સતાણી, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા,  જિલ્લા નાયબ અધિકારી એમ. પી. અઘારા, કોર્પોરેટર જયંતિભાઇ બુટાણી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એન. એમ. પંડયા, કોર્પોરેટર શ્રીમતી કિરણબેન સોરઠીયા, ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી, કોર્પોરેટર વલ્લભભાઇ પરસાણા, સમાજ અગ્રણી, નારણભાઇ પટેલ, કોર્પોરેટર નિતિનભાઇ રામાણી, સમાજ અગ્રણી  ગોવિંદભાઇ ખુંટ, કોર્પોરેટર સંજયભાઇ અજુડીયા, ઉદ્યોગપતિ દામજીભાઇ પાનસુરીયા, કોર્પોરેટર પરેશભાઇ હરસોડા, કોર્પોરેટર પરેશભાઇ પીપળીયા, કોર્પોરેટર જયોત્સનાબેન ટીલારા, કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા, કોર્પોરેટર જાગૃતીબેન ઘાડીયા, ભાજપ પ્રમુખ રાજુભાઇ ફળદુ, કોર્પોરેટર મુકેશભાઇ રાદડીયા, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ કિયાડા ઉપસ્થિત રહી નવવિવાહીતોને આશીર્વચનો આપશે.

તસ્વીરમાં સમગ્ર આયોજનની વિગતો વર્ણવતા સમુહલગ્ન સમિતિના આગેવાનો સર્વશ્રી સંજયભાઇ ઢોલરીયા - પ્રમુખ (મો.૯૮૯૮૬ ૫૪૭૬૬), બીપીનભાઇ ખોયાણી ઉપપ્રમુખ (મો.૯૯૭૯૦ ૫૪૨૯૯), વેલજીભાઇ ડોરીયા મંત્રી, મનસુખભાઇ ખોયાણી ખજાનચી, વિનોદભાઇ પાંભર વાઇસ ચેરમેન, રાજેશભાઇ સોજીત્રા વાઇસ ચેરમેન, ભરતભાઇ રામાણી, ગોરધનભાઇ વેકરીયા, શ્રીમતી દક્ષાબેન સગપરીયા, શ્રીમતી મીનાબેન પરસાણા, શ્રીમતી કૈલાશબેન માયાણી, દિલીપભાઇ હીરપરા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:59 pm IST)