રાજકોટ
News of Saturday, 20th April 2019

બળબળતા તાપમાં ચક્કાજામના કાર્યક્રમમાં આવેલી મહિલાઓના નાના બાળકોના પાણી માટેે વલખા

રાજકોટઃ આજે બપોરે મવડી ચોકડીએ વોર્ડ નં. ૧રની મહિલાઓએ પાણી માટે ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો હતો. તે વખતે કેટલીક મહિલાઓને પોતાના વ્હાલસોયા બાળકોને પણ સાથે લાવવાની ફરજ પડી હતી અને અસહ્ય તાપને કારણે બાળકો તરસ્યા થયા હતા ત્યારે પાણી માટે બાળકોએ વલખા માર્યા હતા અને માતાઓએ સ્થળ ઉપર પોતાના બાળકોને પાણી પીવડાવ્યું હતું ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:55 pm IST)