ભાજપનો રોડ શો
રાજકોટઃ શહેરના વિવિધ વિસ્તારો તેમજ બજારોમાં મોહનભાઈ કુંડારિયા ના રોડ-શો દ્વારા જનસંપર્ક યોજવામાં આવ્યો હતો. લોકસંપર્કમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી તેમજ લોકો દ્વારા ઉત્સાહ અને લાગણી સભર મોહનભાઈ કુંડારીયા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ લોક સમર્થનમાં મોહનભાઈની જીતનો પવન સમગ્ર રાજકોટમાં ફૂંકાયો હતો. લોકોનું ઠેર-ઠેરથી સમર્થન મળ્યુ હતું. આ જનસંપર્ક માં રાજકોટ લોકસભાના ઇન્ચાર્જ શ્રી ધનસુખભાઇ ભંડેરી, શહેર પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, મેયર શ્રી બીનાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, અંજલીબેન રૂપાણી, દેવાંગભાઈ માકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ તેમજ કાશ્મીરાબેન નથવાણી વિ.ની ઉપસ્થિતિમાં આ રોડ-શોનો ત્રિકોણબાગ ખાતેથી પ્રારંભ થયો હતો ગરેડિયા કુવા થી પરા બજાર, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ અને લાખાજી રાજ રોડ, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં યોજાયો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.