રાજકોટ
News of Saturday, 20th April 2019

શહેરમાં પેરામિલ્ટ્રી ફોર્સને સાથે રાખી પોલીસની ફલેગમાર્ચ

મંગળવારે શાંતિપૂર્વક મતદાન થાય તે માટે પોલીસ તંત્ર તમામ રીતે સજ્જઃ મવડી વિસ્તારના રહેવાસીઓએ ભારત માતા કી જય...ના નારા સાથે ફોૈજીઓનો ઉત્સાહ વધાર્યોઃ તમામને બાલાજીની પ્રસાદી રૂપે સરબત પીવડાવ્યું

લોકસભાની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે શહેર પોલીસ સતત એલર્ટ થઇ ગઇ છે. બંદોબસ્ત માટે પેરામિલ્ટ્રી ફોર્સની ટૂકડીઓ ઘણા દિવસથી શહેરમાં તૈનાત છે. ગઇકાલે સાંજે જુદા-જુદા વિસ્તારોમાં જે તે પોલીસ મથકના ઇન્ચાર્જની રાહબરીમાં ટૂકડીઓએ ફલેગમાર્ચ યોજી હતી અને એરિયા ડોમિનેશન કર્યુ હતું. પોલીસ સ્ટાફ સાથે પેરામિલ્ટ્રી ફોર્સના જવાનોએ લોકસભાની ચૂંટણી શાંતિપૂર્વક રીતે યોજાય તે માટે લોકોને સમજ આપી હતી. મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટી તથા આસપાસના તમામ વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજાતાં તેમાં જોડાયેલા ફોૈજી જવાનોનો ઉત્સાહ વધારવા આ વિસ્તારના રહેવાસીઓએ ભારત માતા કી જય...ના નારા લગાવ્યા હતાં. તેમજ હનુમાન જયંતિ હોઇ તેમાં પ્રસાદી રૂપે રખાયેલું સરબત તમામ જવાનો અને પોલીસ સ્ટાફને પીવડાવાયું હતું. હજુ આજે, રવિવારે અને સોમવારે પણ આ રીતે એરિયા ડોમિનેશન, ફલેગ માર્ચ અને ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવશે. પોલીસ કમિશનર-જોઇન્ટ પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ સતત બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(12:05 pm IST)