રાજકોટ
News of Friday, 20th March 2020

રેસકોર્ષ રીંગ રોડ પર સવારે હોટેલ-ટી પોસ્ટ બંધ કરાવાયાઃ યાજ્ઞિક રોડ સવારે ખાલીખમ્મ

રાજકોટઃ કોરોનાને કારણે સવારે રેસકોર્ષ રીંગ રોડ પર વોકીંગ માટે આવતાં લોકોને પોલીસે સમજાવીને ઘરે જવા અપિલ કરી હતી. આ ઉપરાંત રેસકોર્ષ રીંગ રોડ પર આવેલી કન્કાઇ હોટેલ, ટી પોસ્ટ સહિતને  પણ હાલના સમયમાં હોટેલ-સ્ટોલ બંધ રાખવા સુચન કરાયું હતું. જેનો સંચાલકોએ સ્વીકાર કર્યો હતો. તસ્વીરમાં રેસકોર્ષ રીંગ રોડ પર સવારે જ્યાં વોકીંગ બાદ મોટે ભાગે લોકો મોટી સંખ્યામાં એકઠા થતા હોય છે તે બંધ જોઇ શકાય છે. તેમજ જીલ્લા પંચાયતથી  શરૂ થતો યાજ્ઞિક રોડ પણ સવારે ખાલી-ખાલી જોઇ શકાય છે. મોટે ભાગે સવારથી જ આ રોડ ધમધમતા હોય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(1:05 pm IST)