રાજકોટ
News of Wednesday, 20th March 2019

હોળી-ધૂળેટી પર્વની શાંતિથી ઉજવણી થાય તે માટે પોલીસનો ચાંપતો બંદોબત્સ

૧૦૦થી વધુ પીસીઆર દોડતી રહેશેઃ દારૂ પી નકીળનારાઓને પકડવા ૭૫ બ્રેથ એનલાઇઝર સાથે સ્ટાફ ખડેપગેઃ સીઆરપીએફની પ્લાટૂન પણ ફલેગ માર્ચ કરશેઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટઃ આજે હોળી અને આવતીકાલે ધૂળેટીનું પર્વ હોઇ આ તહેવારની શહેરમાં શાંતિપૂર્વક ઉજવણી થાય તે માટે પોલીસતંત્ર સાબદુ બન્યું છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે શહેરીજનો શાંતિપૂર્વક આ તહેવાર ઉજવી શકે તે માટે ઠેર-ઠેર બંદોબસ્ત, પેટ્રોલીંગ થશે. આજે અને આવતી કાલે કોઇ દારૂ પીને નીકળશે તો તેને પણ ઝડપી લેવા ૭૫ બ્રેથ એનલાઇઝર સાથે સ્ટાફ ખડેપગે રહેશે. ૧૦૦ જેટલી પીસીઆર સતત પેટ્રોલીંગ કરતી રહેશે. લોકસભાની ચૂંટણી અંતર્ગત સીઆરપીએફની ટૂકડી આવી ગઇ હોઇ તેને પણ સાથે રાખીને પોલીસ અલગ-અલગ વિસ્તારોમાં ફલેગ માર્ચ કરશે. સોૈને શાંતિથી તહેવાર ઉજવવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શ્રી અગ્રવાલે અપિલ કરી છે.

(4:17 pm IST)