રાજકોટ
News of Wednesday, 20th March 2019

'આપણી કિડનીને જાણો - કિડનીની બિમારીને ટાળો' વિશે ડો.સુશીલ કારીયાનું વ્યાખ્યાન

રાજકોટ : સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન તેમજ રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત અને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી ઓ.વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર (રેસકોર્ષ) દ્વારા પ્રારંભ કરાયેલ પહેલુ સુખ તે જાતે નર્યા - સ્વાસ્થ્ય વિષયક શરૂ કરવામાં આવેલી વ્યાખ્યાન શ્રેણીના પ્રથમ મણકા રૂપે વિશ્વ કિડની દિવસની ઉજવણી અન્વયે શહેરના જાણીતા અને અનુભવી યુરો સર્જન ડો. સુશીલ કારીયાનું ''આપણી કિડનીને જાણો - કિડનીની બિમારીને ટાળો'' વિષયે લોક ભોગ્ય વ્યાખ્યાન રાખવામાં આવેલ. ડો. સુશીલ કારીયાએ દૃશ્ય - શ્રાવ્ય માધ્યમથી માનવ શરીરમાં કિડનીનું સ્થાન, તેની રચના, કાર્ય અને તેની સાર સંભાળ વિશે સરળ ભાષામાં વિસ્તૃત સમજ આપી હતી ઉપરાંતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ અને કિડનીને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા અંગેની અગત્યની ભલામણો પણ પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડો.શકુંતલાબેન નેનેએ અને આભારવિવિધ કેન્દ્રના નિયામક ડો.રમેશભાઈ ભાયાણીએ કરેલ. સ્વાસ્થ્ય વિષયક શરૂ કરાયેલી આ વ્યાખ્યાન માળા અન્વયે દર મહિને વિવિધ તજજ્ઞ તબીબોના વ્યાખ્યાનો યોજાશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:48 pm IST)