રાજકોટ
News of Wednesday, 20th March 2019

ઈંગ્લેન્ડમાં યુવાઓને ક્રિકેટ રમવાની તક : એમપી સ્પોટ્ર્સ એકેડમીનું આયોજન

રાજકોટમાં વાલીઓ - બાળકોને માર્ગદર્શન : ૧૪ ક્રિકેટરોને લઈ જવાશે

રાજકોટ, તા. ૨૦ : યુવા ક્રિકેટરો માટે સારા સમાચાર છે. વિદેશમાં ક્રિકેટની તાલીમ લેવા ઈચ્છુક યુવાઓ માટે તક છે. એમપી સ્પોટ્ર્સ એકેડમી દ્વારા બાળકો - યુવા ક્રિકેટરોને ઈંગ્લેન્ડમાં તાલીમ આપવામાં આવશે.

પૂર્વ રણજી ખેલાડી અને ઘણા વર્ષોથી ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલા મનોજ પરમારે જણાવેલ કે બાળકો, યુવાઓ માટે ૧૫, ૨૦, ૪૫, ૬૦ અને ૯૦ દિવસ માટે યુકેના પ્રવાસનું આયોજન કર્યુ છે. આ અંતર્ગત તા.૨૨ના એસએનકે સ્કુલ ખાતે રાત્રે ૯ વાગ્યે , તે જ દિવસે સાંજે ૪ થી ૫ ઈનોવેટીવ સ્કુલ ખાતે તેમજ ૨૩મીના સાંજે ૬:૩૦ થી ૭:૩૦ જીનીયસ સ્કુલમાં વાલીઓ અને યુવા ક્રિકેટરોને માર્ગદર્શન આપવામાં આવશે.

જેમાં ઈંગ્લેન્ડમાં કેવી રીતે તાલીમ અપાશે, કોચીંગ કોણ આપશે. યુકેમાં નિહાળવા જેવું શું છે અને તેના ફાયદા શું તે અંગે માહિતગાર કરવામાં આવશે. આ કેમ્પ મેંથી ઓગષ્ટ દરમિયાન યોજાશે અને દેશભરમાંથી ૧૪ ખેલાડીઓને લઈ જવામાં આવશે.

ઉકત રાજકોટ ખાતેના માર્ગદર્શન કેમ્પમાં જોડાવવા તેમજ વધુ વિગતો માટે મો.૯૦૧૬૧ ૭૮૧૦૨ ઉપર સંપર્ક કરવો.

તસ્વીરમાં એમપી સ્પોટ્ર્સ એકેડમીના શ્રી મનોજ પરમાર (મો.૦૦૪૪૭૭૯૬૯૮૭૬૫૩) અને તેમના પુત્ર શ્રી મનન પરમાર નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:48 pm IST)