રાજકોટ
News of Wednesday, 20th March 2019

લૂંટ અને દારૂના ગુનામાં ફરાર બે શખ્સ નાશીર અને સારીકને ક્રાઇમ બ્રાંચે પકડ્યા

ફિરોઝભાઇ, રાજેશભાઇ, રઘુભા, ઇન્દ્રજીતસિહ, સિધ્ધરાજસિંહ અને સોકતખાનની બાતમી પરથી પીએસઆઇ ત્રિવેદી અને પીએસઆઇ ધાખડાની ટીમોની કામગીરી

રાજકોટ તા.૨૦: જુદા-જુદા ગુનામાં ભાગતા ફરતાં આરોપીઓને શોધી કાઢવાની કામગીરી અંતર્ગત ક્રાઇમ બ્રાંચની ટીમોએ લૂંટના ગુનામાં ચાર વર્ષથી ફરાર એવા નાશીર રમજાનભાઇ હાલા (ઉ.૨૮-રહે.સંજયનગર-૬, જામનગર રોડ)ને ડીસીબીના હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલ, રઘુવીરસિંહ વાળા અને સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી જામનગર રોડ પરથી પકડી લેવાયો છે. પીએસઆઇ એચ. બી. ત્રિવેદી, હેડકોન્સ. સામતભાઇ ગઢવી, હિતેન્દ્રસિંહ, વિરદેવસિંહ,  ડાયાભાઇ સહિતનો સ્ટાફ પણ આ કામગીરીમાં જોડાયો હતો.

જ્યારે હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, સોકતખાન ખોરમની બાતમી પરથી ડીસીબી અને યુનિવર્સિટી પોલીસના દારૂના બે ગુનામાં છ માસથી ફરાર શારીક યુસુફભાઇ જુણેજા (ઉ.૨૭-રહે. દુધસાગર રોડ, લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી-૫)ને દુધસાગર રોડ પરથી પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ, યોગીરાજસિંહ જાડેજા સહિતની ટીમે પકડી લીધો હતો. અગાઉ એઝાઝ મુલતાનીને બયરના ૪૨ ટીન સાથે ડીસીબીએ પકડ્યો ત્યારે સારીકનું નામ ખુલ્યું હતું. આ ઉપરાંત યુનિવર્સિટીના દારૂના ગુનામાં પણ તે ફરાર હતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ આ બંને કામગીરી પીએસઆઇ ત્રિવેદી અને પીએસઆઇ ધાખડાની ટીમોએ કરી હતી.

(3:37 pm IST)