રાજકોટ
News of Wednesday, 20th March 2019

વિરાટ સોમયજ્ઞમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારોની કૃતિ : કાલે ધ્વજારોહણ સાથે સંપન્ન

રાજકોટ : અહિંના શ્રી ગોવર્ધન ગૌશાળા રાજકોટના લાભાર્થે યોજાયેલ વિરાટ સોમયજ્ઞના ચોથા દિવસે હજારો વૈષ્ણવોની ઉપસ્થિતિમાં નંદ - મહોત્સવ મનાવવામાં આવ્યો હતો. સેંકડો ભાવિકો વિરાટ સોમયજ્ઞના દર્શન તથા પરિક્રમા કરી રહ્યા છે. આજે બુધવારે રાત્રે ૮ વાગ્યે જૂનાગઢના મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટના કલાકારો પોતાની કૃતિ રજૂ કરશે.

પદ્મશ્રી એવમ્ પદ્મભૂષણ, સોમયાજી પૂ.પા.ગો. ડો. ગોકુલોત્સવજી મહારાજશ્રી (ઈન્દોર) તથા યજ્ઞકર્તા-યજ્ઞાચાર્ય સોમયાજી પૂ.પા.ગો. ડો. વ્રજોત્સવજી મહોદયશ્રી (ઈન્દોર) ના સર્વાધ્યક્ષસ્થાને યોજાયેલ સોમયજ્ઞમાં દક્ષિણ ભારતના ચારેય વેદોના જાણકાર પ્રખર પંડિતો પૂ. મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરાવી રહ્યા છે. સોમયજ્ઞ અંતર્ગત શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞમાં બેસવાનું ખૂબ જ મહત્વ છે જેમાં સેંકડો  લોકો યજમાનશ્રીની યજ્ઞની આહુતિ આપેલ છે. ગુરૂવારે છેલ્લો દિવસ છે. હજુ પણ કોઈપણ ભકતજનોને વિષ્ણુગોપાલ યજ્ઞમાં બેસવું હોય તો સોમયજ્ઞ સ્થળે કાર્યાલયમાં રૂ.૨,૧૦૦/ ભરી યજમાન બની યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ લઈ શકે છે. આવતીકાલે ગુરૂવારે યજ્ઞની પૂર્ણાહુતિ છે. ગુરૂવારે ધ્વજારોહણ થશે. દરરોજ અક્ષતવર્ષા–ભિક્ષા ગ્રહણનો પણ . લાભ લોકો રહ્યા હોવાનું જેરામભાઈ વાડોલીયા અને જગદીશભાઈ હરીયાણીની યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:37 pm IST)