રાજકોટ
News of Wednesday, 20th March 2019

લોકશાહીને મજબુત કરવા સૌ કોઇ મતદાન કરેઃ પંડયા

બાલભવનમાં મતદાર જાગૃતિ કાર્યક્રમઃ મતદાન મહાદાન સાથે રેલીઃ રાષ્ટ્રપતિ-રાજ્ય પુરસ્કારોનું સન્માન

બાલભવન ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. તસ્વીરમાં દિપ પ્રગટાવી ઉદ્દઘાટન કરતા એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા, સ્કાઉટ ગાઇડની રેલી, રાષ્ટ્રીય -રાજ્ય પુરસ્કારોનું વિશેષ સન્માન તથા મતદાન અવશ્યનો સંકલ્પ લેતા સ્કાઉટ ગાઇડની વિદ્યાર્થીનીઓ નજરે પડે છે.

રાજકોટ, તા.૨૦ માર્ચ- રાજકોટના જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા ભારત સ્કાઉટ સંદ્ય અને મોદી સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ બાલભવન ખાતે અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. શાળાના સ્કાઉટ ગાઇડમાં રાષ્ટ્રપતિ અને રાજય પુરસ્કાર મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા.

 અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડ્યાએ મોદી સ્કૂલને શૈક્ષણિક પ્રવૃતિ ઉપરાંત મતદાન જાગૃતિ અભિયાનમાં પણ સહભાગી થવા માટે અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે વધુમાં કહયુ હતું કે, લોકશાહી એટલે લોકો વડે લોકો દ્વારા, લોકો થકી ચાલતી સરકાર છે. આપણા ભારત સરકારની ચૂંટણીમાં લોકશાહીને મજબુત કરવા સૌ કોઇ મતદાન કરે તે ખૂબ જરૂરી છે. મતદાન કરવા માટે મતદાન યાદીમાં નામ નોંધાવવુંઙ્ગ જરૂરી છે.

 જિલ્લા શિક્ષણધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, દ્યરે-દ્યરે જઇને તમારે વડિલોને પેમ્ફલેટ આપીને સમજાવવાનું છે કે કંઇ રીતે વીજાણું મતદાન યંત્ર દ્વારા મતદાન કરવું જોઇએ.

 મોદી સ્કૂલના ટ્રસ્ટીશ્રી આર.પી. મોદીએ કહ્યું કે, લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન થવુંઙ્ગ જોઇએ. આપણા પરિવારજનો, સબંધીઓ દ્વારા મતદાન થવું જ જોઇએ સ્કાઉટ ગાઇડના કારણે દેશદાઝ ઉભી થાય છે. તેમજ શરીર પણ તંદુરસ્ત બને છે. આ માટે શાળા દ્વારા સ્કાઉટ ગાઇડની પ્રવૃતિને મહત્વ આપવામાં આવે છે.

 આ પ્રસંગે મોદી સ્કૂલના ૫૦૦ વિદ્યાર્થીઓ રેલીનું પ્રસ્થાન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ઉપાધ્યાય અને ટ્રસ્ટી શ્રી આર.પી.મોદીએ કરાવ્યું હતું૫૦૦ વિદ્યાર્થીઓની ટીમ રાજકોટ શહેરના ૩૨ વિસ્તારોમાં ડોર ટુ ડોર જઇ મતદાન જાગૃતિ અંગે મતદારોને સમજણ આપી હતી. ‘‘મતદાન એજ મહાદાન, ‘‘ પ્રતિબધ્ધ મતદાર સુગમ મતદાન''વગેરેના સુત્રોચ્ચાર અને બેનરો સાથે મતદારોને જાગૃતિ કર્યા હતા. પેમ્પલેટનું વિતરણ કર્યુ હતું.

 આ પ્રસંગે સ્વાગત પ્રવચન જિલ્લા ભારત સ્કાઉટ સંદ્યના મંત્રીશ્રી મનિષ મહેતાએ કર્યુ હતું. આ તકે સ્કાઉટ ગાઇડ રાજય તાલીમ કમિશ્નરશ્રી ભીખાલાલ સિદપરા, સ્ટેટચીફ શ્રી જર્નાદન પંડ્યા, ટ્રસ્ટીશ્રી ધવલ મોદી, અગ્રણીશ્રી શીલુ, શ્રી રાજયગુરૂ, શ્રી ભરતભાઇ પરમાર, શ્રીમોણપરા, સ્કાઉટ માસ્ટર અને ગાઇડ કેપ્ટન, શિક્ષણ ઉપસ્થિત રહયા હતા.

(3:35 pm IST)