રાજકોટ
News of Wednesday, 20th March 2019

બેસ્ટ પ્રિ-વેડીંગ ફોટોગ્રાફી બદલ રાજકોટના ફોટોગ્રાફરોને એવોર્ડ

મલેશીયાના સમારોહમાં કરીના કપૂરના હસ્તે બહુમાન

રાજકોટ તા. ર૦: ''સંગાથ પિકચર્સ'' કે જે વેડિંગ અને પ્રી વેડિંગ સિનેમોગ્રાફી સર્વિસ પુરી પાડનારા સ્ટુડીઓમાંના એક છે. એમને તાજેતરમાં કોલાલ્મ્યુર મલેશીયામાં સ્ન્વેલાગુન ખાતે યોજાયેલ ''ઇન્ટરનેશનલ એકસેલન્સ એવોર્ડ ર૦૧૯''માં ''બેસ્ટ ફોટોગ્રાફી એન્ડ પ્રી વેડિંગ ફોટોગ્રાફી એન્ડ સિનેમોગ્રાફી સર્વિસ પ્રોવાઇડર ઇન ગુજરાત''નો એવોર્ડ સુપ્રસિધ્ધ એકટ્રેસ કરીના કપૂરના હસ્તે એનાયત થયો.

આ એવોર્ડ મલેશિયા જઇ સંગાથ પિકચર્સના માલિક હિતેશભાઇ વેકરીયા અને રવિભાઇ સાવલિયાએ સ્વીકાર્યો હતો. જે બદલ રાજકોટ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી એસોસીએશન ગર્વની લાગણી અનુભવે છે.

(3:35 pm IST)