રાજકોટ
News of Wednesday, 20th March 2019

રાજકીય પક્ષો માટે મંડપ - જર્મન ડોમ - ટેબલ - ખુરશી - ડીજીટલ સેટઅપ LED સ્ક્રીન-માલ સામાનની હેરફેરના ભાવોમાં ૪૦ થી પ૦ ટકાનો ઘટાડો

માલસામાન હેરફેરમાં '૩'ના ૧II લાખઃ જર્મન ડોમમાં ૧ ચો.મી.ના ૩પ૦: લાઇવ ડીજીટલ સેટઅપ ૧ દિ'ના ૪ હજાર : ઓશીકુ-જાડી ચાદર-ગોદડું રેફ્રીજરેટર-ટ્રે-શેતરંજી-વીઆઇપી ખુરશી-સોફાસેટ-પીવીસી ખુરશીના ભાવો રૂ. ૩ થી માંડી ૧૩ર૦ સુધીના ભાવો

રાજકોટ તા. ર૦: રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી તા. ર૩ એપ્રિલે યોજાશે, ઉમેદવારો માટે ૭૦ લાખના ખર્ચની મર્યાદા છે, તાજેતરમાં કલેકટરશ્રીએ રાજકીય પક્ષોની બેઠકમાં વિવિધ વસ્તુઓના ભાવો નકકી કરી આપ્યા હતા. આ ભાવો અધધધ હોય દેકારો બોલી ગયો હતો, કોંગ્રેસ પક્ષે વિરોધ વ્યકત કરી નવેસરથી ભાવો આપવા-ઘટાડવા માંગણી કરી હતી, આ પછી કલેકટર તંત્રે પીડબલ્યુડીના તંત્ર મારફત નવેસરથી ભાવો નકકી કર્યા છે, જે અંગે આજે કલેકટરશ્રીને દરખાસ્ત થઇ રહી છે.

આ નવા ભાવો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો માટે ફાઇનલ થઇ રહ્યા છે, તેમાં મંડપ-જર્મન ડોમ, ટેબલ, ખુરશી, ડીજીટલ સેટઅપ-LED સ્ક્રીન-માલ સામાનની હેરફેર મજૂરી સાથે વિગેરેમાં તંત્ર દ્વારા ૪૦ થી પ૦ ટકાના ઘટાડા સાથેની દરખાસ્ત કલેકટરને કરાયાનું જાણવા મળે છે.

માલ સામાન હેરફેરમાં પહેલા ૩ લાખનો ભાવ હતો તે હવે ૧II લાખ કરાયો છે, જર્મન ડોમમાં ૧ ચો.મી.ના ૩પ૦   તો    લાઇવ    ડીજીટલ સેટઅપમાં ૧ દિ' ના ૪ હજારનો ભાવ ફાઇનલ થઇ રહ્યો છે.

જયારે કવર સાથેનું ઓશીકુ-જાડી ચાદર-ગોદડુ-રેફ્રીજરેટર-ટ્રે-શેતરંજીઅવીઆઇપી ખુરશી-સોફાસેટ-લોખંડ અને પીવીસી ખુરશીના ભાવો રૂ. ૩ થી માંડી રૂ. ૧૩ર૦ સુધીના ફાઇનલ થઇ રહ્યા છે.

નકકી થઇ રહેલા ભાવો જોઇએ તો ડીજીટલ વિડીયો રેકોર્ડીંગ-૩ સીસીડી અધિકૃત વ્યકિત સાથે કેમેરા દીઠ રૂ. ૯II હજારના ૩પ૦૦, (૩) ડીવીડી કેસેટ આપવાના-૮૭૦૦ના ૩પ૦૦, એલઇડી સ્ક્રીન જરૂરી પ્લેટફોર્મ સ્ટ્રકચરનાં પ૦૦ના ર૦૦, સ્ટીલ સ્ટ્રકચર ડોમ ૧ ચો.મી.ના ૧૬૦, માલસામાન લઇ જવા-ફીટ કરવાના ૧૧પ૦૦ના રૂ. ૩પ૦૦નો ભાવ નકકી થયા છે.

મંડપ-ડોમમાં ફુવારા સીસ્ટમમાં ૧ ફુવારાના ૯૮પ, ભારતીય બેઠક વ્યવસ્થા ગોઠવવાના માલ-મજૂરીના ૧ નંગ દીઠ રૂ. ૮II, રેફ્રીજરેટર ૧ નંગના ૯પ૮, ટ્રેના પ૦ પૈસા, કારપેટ ૧ ચો.મી.ના રૂ. ૩II, શેતરંજીના રૂ. રાા, એગ્રોનેટના રૂ. ૧રના પ (૧ ચો.મી.) પીવીસી ખુરશીના રૂ. ૬, સ્ટીલના પતરાવાળી ફોલ્ડીંગ ખુરસીના ૧ રૂ. વીઆઇપી સોફાસેટ-૧ નંગના ૧૩ર૦, વીઆઇપી ગાદીવાળી ખુરશીના ૧ નંગના રૂ. ૪૮ના ભાવો ફાઇનલ થઇ રહ્યાનું અને કલેકટરને દરખાસ્ત થઇ રહ્યાનું સુત્રોએ ઉમેર્યું હતું.

(3:33 pm IST)