રાજકોટ
News of Wednesday, 20th March 2019

રૂ.૭૩ હજારનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદઃ આરોપીને સમન્સ

રાજકોટ તા.૨૦: રાજકોટના સિધ્ધિકયુ મસ્જીદ, સિધ્ધિકયુ ચોક, દુધસાગર રોડ પર ધંધો કરતા આસીફ ઇબ્રાહીમભાઇ શાહમદારે બાબુ લાઇમ પ્રા.લી. પાસેથી ખરીદ કેરલ માલની રકમ ચુકવવા આપેલ રકમ રૂ.૭૩,૩૬૯નો ચેક રીટર્ન થતા આસીફ ઇબ્રાહીમ વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ચેક રીટર્ન સબંધે બાબુ લાઇમ પ્રા.લી.ના ડીરેકટર દિપ લુણાગરીયાએ ફરીયાદ દાખલ કરતા અદાલતે આરોપીને હાજર થવા આરોપી વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટના નવાગામ આણંદપર રોડ, નવાગામ પર આવેલ સૌરાષ્ટ્ર પેપરમીલ સામે બાબુ લાઇમ પ્રા.લીના નામે શોપારીનો ધંધો કરતા ડીરેકટર દિપ બાબુભાઇ લુણાગરીયાએ સિધ્ધિકયુ મસ્જીદ, સિધ્ધિકયુ ચોક, દુધસાગર રોડ પર ધંધો કરતા આસીફ શાહમદાર વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે તહોમતદારે ફરીયાદી પાસેથી શોપારી ખરીદ કરેલ તે ખરીદ કરેલ માલની બીલની થતી ફરીયાદીની કાયદેસરની લેણી રકમ રૂ.૭૩,૩૬૯ ચુકવવા આરોપીએ તેઓની બેંકનો ફરીયાદી કંપની જોગનો ચેક ઇસ્યુ કરી આપી આપેલ ચેક રીટર્ન થશે નહિ અને ચેક માંહેનુ ફરયાદીનું લેણુ વસુલાય જશે તેવા વચન, વિશ્વાસ અને ખાતરી આપી તેના આધારે રજુ કરેલ ચેક રીર્ટન થતા અને તેની જાણ કરવા છતા યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતી ફરીયાદનું લેણુ કે નોટીસનો રીપ્લાય ન આપતા પ્રથમથી જ ફરીયાદનું લેણુ ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂધ્ધ ચેક રીટર્ન સંબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી પોતાના ધંધા અર્થે ખરીદ કરેલ માલની રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપી આસીફ શાહમદારને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી દિપ લુણાગરીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, હિરેન ડોબરીયા, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:33 pm IST)