રાજકોટ ડેરીના મેનેજરને ધમકી આપવાના ગુનામાં છની ધરપકડ
ભેળસેળ વાળુ દૂધ પાછુ મોકલનાર મેનેજરને સાતડા અને પારેવડા દૂધ મંડળીના મંત્રીઓ સહિતે ધમકી આપી'તી
રાજકોટ તા. ૨૦:રાજકોટ ડેરીના મેનેજર લીઓનાર્ડ આલ્બર્ટ ડેવિડસન (ઉ.૫૨)એ સાતડા દૂધ મંડળીમાંથી આવતું દૂધ ભેળસેળવાળુ હોઇ નિયમ મુજબ તેમાં કલર ભેળવીને મંડળીને પાછુ મોકલી દેતાં સાતડા મંડળીના મંત્રી અનુ દેવાયતભાઇ ચાવડા (ઉ.૪૪-રહે. સાતડા), પારેવડા દૂધ મંડળીના મંત્રી ધીરૂ આણંદભાઇ માલકીયા (ઉ.૪૨) તથા આઠ શખ્સોએ ડેરીએ આવી ધમકી આપી ધમાલ મચાવી હતી. આ અંગે નોંધાયેલા ગુનામાં અનુ ચાવડા, ધીરૂ માલકીયા તેમજ અન્ય ચાર શખ્સો જનક આલાભાઇ ડાંગર (ઉ.૩૭-રહે. આર્યનગર-૫), વિજય ઘુસાભાઇ ડાંગર (ઉ.૨૮-રહે. શ્યામનગર-૩), માનુ દેવાભાઇ ઝાલા (ઉ.૪૯-રહે. ખખાણા) તથા હેમત સામતભાઇ બાવળીયા (ઉ.૩૬-રહે. જેપુર તા. વાંકાનેર) થોરાળા પોલીસ મથકમાં હાજર થતાં પી.એસ.આઇ. જે. જી. ચોૈધરીએ ધરપકડની કાર્યવાહી કરી વિશેષ તપાસ હાથ ધરી છે. (વધુ અહેવાલ પાના નં.૫)