રાજકોટ
News of Tuesday, 20th March 2018

ધો.૧૦માં ગણીતનું પ્રશ્નપત્ર અઘરૂ નિકળ્યું

ગુજરાતી, વિજ્ઞાન-ટેકનોલોજી અને સામાજીક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સહેલુ નિકળ્યું હતું:૧૦ MCQ ફેરવીને પુછયા તો સંભાવનાનો દાખલો પાઠય પુસ્તકો બહારનો પુછાયોઃ ઉતરવહીનું મુલ્યાંકન શરૂ

રાજકોટ, તા., ર૦:ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો.૧૦ ની પરીક્ષામાં અન્ય પ્રશ્નપત્રો સહેલા નિકળ્યા હતા.  જયારે આજે રોકડીયા ગુણનું પ્રશ્નપત્ર પ્રમાણમાં અઘરૂ રહયાનું ચર્ચાઇ છે.

શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૦માં ગણીતનું પ્રશ્નપત્ર હતું. જેમાં એમસીકયુ વિભાગમાં ૧૦ પ્રશ્નો ફેરવીને પુછવામાં આવ્યા હતા. જયારે સંભાવનાનો દાખલામાં પાઠયપુસ્તક આધારીત ન હતો. તેમજ માત્ર એક જ પ્રમય પુછાતા કેટલાક વિદ્યાર્થીઓ  મુંજાયા હતા. સ્કોરીંગ માટે અઘરૂ ગણાતું પ્રશ્નપત્ર જયારે પાસીંગ કે મધ્યમ સ્કોર માટે અનુકુળ હોવાનું ગણીત વિષયના જાણકાર સુત્રો જણાવે છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી પરીક્ષામાં આજે મોટા ભાગના પરીક્ષા કેન્દ્રો ઉપર ચેકીંગ સ્કવોડ દોડાવવામાં આવી હતી.

ધો.૧૦માં ગણીત વિષયનંુ પ્રશ્નપત્ર પુર્ણ થતાની સાથે જ પાંચ કેન્દ્રો ઉપર ઉતરવાહી મુલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. ધો.૧૦માં જેતપુર, આટકોટ, પડધરી અને સુપેડી ખાતે ઉતરવાહીનું મુલ્યાંકન શરૂ થયું છે. ત્યારે ધો.૧રમાં વિજ્ઞાન પ્રવાહમાં સૌરાષ્ટ્ર હાઇસકુલ, બાઇસાહેબબા  સ્કુલ તેમજ રણછોડ વિદ્યાલયમાં ઉતરવહીનું મુલ્યાંકન શરૂ થયું છે. (૪.૧૩)

(2:58 pm IST)