રાજકોટ
News of Saturday, 20th February 2021

પંજાનું નિશાન નાનુ અને આછુ કમળનુ નિશાન મોટુ અને ઘાટુઃ કોંગ્રેસનો વાંધો

વોર્ડ નં.૭ ના કોંગી ઉમેદવાર રણજીત મુંધવાએ સ્ટ્રોંગ રૂપમાં ચકાસણી વખતે ઇ.વી.એમ.ના નિશાનો સામે વાંધા અરજી કરી : કાનુની લાગણીની ચિમકી

રાજકોટ તા. ર૦ : આવતી કાલે મ.ન.પા.ની ચુંટણી યોજાનાર છે. ત્યારે આજે ઉમેદવારોને સ્ટ્રોંગરૂમની

ચકાસણીની કાર્યવાહી દરમિયાન વોર્ડ નં.૭ના કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંધવાએ ઇ.વી.એમ.માં નિશાન સામે વાંધો ઉઠાવી વાંધા અરજી કરી છે.

વોર્ડના ચુંટણી અધિકારી પુજાબેન બાવરાને આવેલી આ વાંધા અરજીમાં રણજીત મુંધવાએ જણાવ્યું છે કે વોર્ડ નં.૭માં ઇ.વી.એમ.માં ભાજપના ચિન્હ કોંગ્રેસ કરતા ઘાટા અને મોટા છે. આથી મતદાન વખતે મતદારોમાં માનસિક અસર થવાની ભાળ છે. આ પ્રકારનું કાર્ય અયોગ્ય અને લોકશાહી વિરૂદ્ધનું છે તેથી આ સામે સ્સપષ્ટ વિરોધ છે. ત્યારે આ બાબતે યોગ્ય અને ન્યાયી કાર્યવાહી નહી થાય તો આ મુંદ્દે કાનુની લડત આપશું તેવી ચિમકી વાંધા અરજીમાં ઉઠાઇ છે.

(3:45 pm IST)