રાજકોટ
News of Saturday, 20th February 2021

વોર્ડ નં. ૧૪ માં બ્રહ્મ સંમેલન : ભાજપને જીતાડવા કોલ

રાજકોટ : વોર્ડ નં. ૧૪ મેઘાણી રંગભવન યુનિટ-ર ખાતે બ્રહ્મસમાજનું સંમેલન અનિશ જોષીના નેતૃત્વ હેઠળ મળ્યુ હતુ. જેમાં ભાજપના ચારેય ઉમેદવારો નિલેશભાઇ જલુ, કેતનભાઇ પટેલ, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણાને વિજયી બનાવવા હાકલ કરાઇ હતી. સંમેલનમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, પૂર્વ બંદર મંત્રી ઉમેશભાઇ રાજયગુરૂ, પૂર્વ કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, શહેર ભાજપ અગ્રણી જીતુભાઇ મહેતા વગેરેએ ઉપસ્થિત રહી સંબોધન કર્યુ હતુ. જય પરશુરામના નાદો ગજાવાયા હતા.

(3:44 pm IST)